મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

પુણેમાં અનોખો પ્રયોગ :જૂની બસોં મહિલા ટોયલેટ બનાવ્યા : વોશરૂમ, બાળકોને દૂધ પિવડાવવા ફીંડીગ રૂમની પણ સુવિધા

મહિલાઓ અહીં ડાયપર અને સેનિટરી પૈડ પણ ખરીદી શકે છે

પુણેમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં જૂની બસોને મહિલા ટોયલેટ બનાવાયા છે જેમાં મહીલા ટોયલેટ, વોશરુમ સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી છે ઉલ્કા સદાલકર અને રાજીવ ખેર દ્વારા શરૂઆત કરવામાં આવેલા આ પ્રોજેક્ટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 12 જૂની બસોને આવી રીતે તૈયાર કરી પિંક ટોયલેટ બનાવવામાં આવ્યા છે. આ ટોયલેટ્સને ટીઆઈ ટોયલેટ નામ આપવામાં આવ્યું છે.

 આ જૂની બસોમાં મહિલાઓ ફક્ત પાંચ રૂપિયામાં ટોયલેટની સુવિધા આપવામાં આવે છે. આ જૂની બસોમાં ટોયલેટની સાથે સાથે વોશરૂમ, બાળકોને દૂધ પિવડાવવા માટે ફીંડીગ રૂમની પણ સુવિધા આપવામાં આવ્યા છે.આ ઉપરાંત મહિલાઓ અહીં ડાયપર અને સેનિટરી પૈડ પણ ખરીદી શકે છે. આ ટોયલેટમાં એક અટેંડેંટ પણ હાજર રહે છે.

 આ તાઈ ટોયલેટની ઉપર સોલર પૈનલ લગાવેલી છે, જેનાથી અહીં જોઈએ તેટલી વિજળી પણ મળી રહે છે. અત્યાર સુધીમાં 12 એવી જૂની બસોને બદલીને પિંક ટોયલેટ બનાવવામાં આવ્યા છે. આ ટોયલેટનો દરરોજ 200 જેટલી મહિલાઓ લાભ લઈ રહી છે.

(12:00 am IST)