મુખ્ય સમાચાર
News of Saturday, 22nd February 2020

કેજરીવાલ સરકારનો મોટો નિર્ણંય : મહોલ્લા ક્લિનિક બાદ હવે મહિલાઓની સુરક્ષા માટે મહોલ્લા માર્શલ તૈનાત કરાશે

મહિલા અયોગ્યના અધ્યક્ષ મહિલા બાળ કલ્યાણ વિભાગના મંત્રીને મળ્યા બાદ સંમતિ

નવી દિલ્હી : દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મહિલાઓની સુરક્ષા માટે ડીટીસી બસોમાં માર્શલો તહેનાત કર્યા હતા. હવે કેજરીવાલ સરકાર તેના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં મહિલા સુરક્ષા માટે દિલ્હીના વિસ્તારોમાં મહોલ્લા માર્શલની તહેનાત કરવાની જાહેરાત કરી શકે છે.

  દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમને મળ્યા હતા માલીવાલ અને ગૌતમ વચ્ચેની બેઠક દરમિયાન મંત્રીએ મહોલ્લા માર્શલની પોસ્ટ માટે સંમતિ આપી હતી

 . આ દરમિયાન એસસી અને એસટી સમાજની મહિલાઓ માટે કલ્યાણકારી સેલ બનાવવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી મહિલા આયોગે નાગરિક સંરક્ષણ અધિકારીઓ સાથે મળીને બુરાડી વિસ્તારમાં મોહલ્લા માર્શલની નિમણૂક કરી હતી, જેનાં પરિણામો સંતોષકારક હતા. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરેલા તેના ચૂંટણી ઢંઢેરામાં, આમ આદમી પાર્ટીએ તમામ ક્ષેત્રે મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલો તૈનાત કરવાનું વચન આપ્યું હતું.

(12:00 am IST)