મુખ્ય સમાચાર
News of Friday, 22nd February 2019

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ ૨૭ પોઇન્ટ ઘટી અંતે બંધ

સેંસેક્સ ૩૫૮૭૧ની નીચી સપાટીએ રહ્યો : નિફ્ટીમાં પણ ફ્લેટ કારોબાર : ઓટો મોબાઇલ, મેટલના શેરમાં જોરદાર લેવાલી જામી : કારોબારીઓ નિરાશ રહ્યા

મુંબઈ, તા. ૨૨ : શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. સેંસેક્સ કારોબારના અંતે ૨૭ પોઇન્ટ ઘટીને ૩૫૮૭૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી બે પોઇન્ટ ઉછળીને ૧૦૭૯૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૧.૫ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં તેજી જામી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૧.૬૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૧૭૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૩૫૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો તેમાં ૧૦૪ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય બજારોમાંથી ૫૨૬૪ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઈ દ્વારા ૫૩૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. ગયા સપ્તાહમાં શેરબજારમાં કાશ્મીરમાં પુલવામા હુમલાને લઇને ચર્ચાઓ રહી હતી.  માર્કેટમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઉથલપાથળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીએનપી પરિબાષના લોકોનું કહેવું છે કે, હાલમાં મૂડીરોકાણકાઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને આગળ વધી શકે છે. અન્ય વૈશ્વિક પરિબળો પમ જવાબદાર દેખાઈ રહ્યા છે.

થોડાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ પરિબળ સૌથી મહત્વની રહેશે. રોકાણકારો હાલમાં ક્વાલીટી શેર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મૂળભૂતરીતે મજબૂત રહેલા શેરોમાં નાણા ઉમેરવાને લઇને કારોબારી ચિંતિત નથી. શેરબજારમાં ગઇકાલે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૪૨ પોઇન્ટ ઉછળીને ૩૫૮૯૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૫૪ પોઇન્ટ ઉછળીને ૧૦૮૯૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

 

 

(7:32 pm IST)