મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

ખેડૂતોનું પ્રદર્શન નબળું આંદોલન નથી : આ લાંબુ ચાલશે : 26મીએ પરેડ પણ નીકળશે : રાકેશ ટિકૈત

હજારોની સંખ્યામાં ટ્રેક્ટર પંજાબ અને હરિયાણાથી દિલ્હી તરફ કૂચ : રેલી માટે ગામડાઓમાં તૈયારીઓ

નવી દિલ્હી : ખેડૂત નેતા અને ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ખેડૂતોનું પ્રદર્શન નબળું આંદોલન નથી, આ લાંબુ ચાલશે. તેમને ભાર આપીને કહ્યું કે, 26 જાન્યુઆરીએ પરેડ પણ નિકળશે. જોકે, દિલ્હી પોલીસે રેલી માટે મંજૂરી આપવાથી ઈન્કાર કરી દીધું છે, પરંતુ ટિકૈતનું કહેવું હતુ કે, ખેડૂત 26 જાન્યુઆરી પર દિલ્હીના રસ્તાઓ પર પોતાની રેલી પણ નિકળશે.

 ટિકૈતે કહ્યું કે, હજારોની સંખ્યામાં ટ્રેક્ટર પંજાબ અને હરિયાણાથી દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે. 26 જાન્યુઆરીની રેલી માટે ગામડાઓમાં તૈયારીઓ થઈ રહી છે. ખેડૂત પોતાની ટ્રેકિટર ટ્રોલીમાં 2 મહિનાનું રાશન લઈને દિલ્હી આવી રહ્યાં છે. તેમની યોજના દિલ્હીની બોર્ડર પર અડીખમ રીતે બેસવાના છે.

 ખેડૂતો સાથે 11માં રાઉન્ડની વાતચીતમાં સરકાર થોડી એવી ઝૂકતી નજરે આવી. કેન્દ્રએ બુધવારે ખેડૂત નેતાઓને બે પ્રપોઝલ આપ્યા હતા. કેન્દ્રએ ખેડૂતો સામે પ્રસ્તાવ રાખ્યો કે, દોઢ વર્ષ સુધી કૃષિ કાયદાઓને લાગું કરવામાં આવશે નહીં અને તેઓ આ બાબતે એક સોંગદનામું કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર છે. તે ઉપરાંત એમએસપી પર વાતચીત માટે નવી કમેટીની રચના કરવામાં આવશે. કમેટી જે સલાહ આપશે, તે પછી એમએસપી અને કાયદાઓ પર નિર્ણય લેવામાં આવશે.

 ખેડૂત નેતાઓ કાયદાઓને પરત લેવા માટે મક્કમ છે. ખેડૂતો સ્પષ્ટ કરી દીધું છે કે, 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી થશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, અમે ખેડૂતોને પ્રસ્તાવ તે માટે આપ્યો છે, કેમ કે આંદોલન ખત્મ થઈ જાય અને જે ખેડૂત કષ્ટમાં છે, તેઓ પોતાના ઘરે જાય. સુપ્રીમ કોર્ટે જે કમેટી બનાવી છે, તે પોતાનું કામ કરી રહી છે. ખેડૂતો અને ખેડૂત આંદોલનથી બનેલી સ્થિતિઓ માટે સરકારની પણ સીધી જવાબદારી છે અને તેથી અમે પ્રક્રિયા આગળ વધારી રહ્યાં છીએ. આંદોલન જ્યારે ખત્મ થશે અને ખેડૂત પોતાના ઘરે પરત ફરશે, ત્યારે ભારતના લોકતંત્રની જીત થશે.

(10:30 pm IST)