મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મોટાપાયે અર્ધ લશ્કરી દળો ગોઠવાય તેવી સંભાવનાઃ મોટાભાગના પક્ષોએ આવી માગણી કરીઃ ચૂંટણી કમિશ્નર

કોલકતાઃ પ.બંગાળમાં આવી રહેલ વિધાનસભા ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં સીઆરપીએફ-અર્ધ લશ્કરી દળો ગોઠવવા અને પોલીસ સ્ટેશનો ઉપર વિડીયોગ્રાફી કરવા માટે મોટાભાગના રાજકીયપક્ષોએ માગણી કર્યાનું મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ કહ્યું છે. પ. બંગાળ ચૂંટણી સંદર્ભે આજે બપોરે ચૂંટણી પંચની બેઠક યોજાઇ હતી. શ્રી અરોરાએ કહ્યું કે શાંતિપૂર્ણ ચૂંટણી યોજવી એ પ્રાથમીકતા છે.

(4:13 pm IST)