મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

પ્રોફિટ બુકિંગથી સેંસેક્સમાં ૭૪૬ પોઈન્ટનો ભારે કડાકો

એક દિવસ પહેલાં જ ૫૦૦૦૦ની સપાટી જોઈ હતી : માસના એક ટ્રેડિંગ સેશનમાં સેંસેક્સમાં સૌથી મોટો ઘટાડો

મુંબઈ, તા. ૨૨ : શેર બજારોમાં શુક્રવારે વ્યાપક પ્રોફિટ બુકિંગ વચ્ચે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો થયો છે. વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે સેન્સેક્સ ૭૪૬ પોઇન્ટના ઘટાડા સાથે નિફ્ટી પણ ૧૪,૪૦૦ ની નીચે ગયો હતોએક દિવસ પહેલાં સેન્સેક્સ ઐતિહાસિક ૫૦૦,૦૦૦ ની ટોચની સપાટીએ પહોંચ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ પહેલાં, કંપનીના શેરમાં વેચવાલીના કારણે બજાર ઊંચા સ્તરે ટકી શક્યું હતું. નબળા વૈશ્વિક વલણ વચ્ચે બેક્નિંગ અને નાણાકીય શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૭૪૬.૨૨ પોઇન્ટ એટલે કે .૫૦ ટકા ઘટીને, ૪૮,૮૭૮.૫૪ પોઇન્ટ પર બંધ થયો છે. એક મહિનાના એક ટ્રેડિંગ સેશનમાં સેંસેક્સમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૨૧૮.૪૫ પોઇન્ટ અથવા . ટકાના ઘટાડા સાથે ૧૪,૩૭૧.૯૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં, એક્સિસ બેક્નના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો, જે .૬૩ ટકા જેટલો છે. એશિયન પેઇન્ટ્સ, એસબીઆઇ, ઇન્ડસઇન્ડ બેક્ન, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ઘટાડો થયો છે. બીજી બાજુ, બજાજ ઓટોનો શેર ઊંચકાયા હતા અને ૧૦.૪૫ ટકા ઉપર ગયો. ડિસેમ્બર ૨૦૨૦માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૨૩ ટકા વધીને રૂ. ,૫૫૬ કરોડ થયો છે. હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, બજાજ ફિનસર્વ અને ઈન્ફોસિસમાં પણ .૭૬ ટકાનો ઉછાળો રહ્યો છે.

સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે ૧૫૬.૧૩ પોઇન્ટ અથવા .૩૧ ટકા તૂટ્યો. નિફ્ટી સાપ્તાહિક ધોરણે ૬૧. પોઇન્ટ અથવા .૪૨ ટકા તૂટી ગયો છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે, નબળા વૈશ્વિક વલણને કારણે બપોરના વેપારમાં ભારતીય બજારો નીચે આવ્યા હતા. મેટલ અને બેંકિંગ શેરોમાં વેચવાલીને કારણે બજારો તૂટ્યા. જોકે, આજના 'કરેક્શન' દરમિયાન પણ ઓટો અને આઇટી શેરોમાં સકારાત્મક વલણ બજારની ગતિ જાળવી રાખવામાં સફળ રહ્યું. નાયરે કહ્યું કે યુકેના નબળા વેચાણના આંકડા અને યુરો ક્ષેત્રમાં નિયંત્રણના કારણે યુરોપિયન બજારોમાં ઘટાડો થયો છે. એશિયન બજારોમાં પણ વલણ સમાન હતું. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપમાં .૦૨ ટકાનો ઘટાડો થયો છે. અન્ય એશિયાઈ બજારોમાં,

ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગના હેંગસેંગ, દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનની નિક્કીમાં ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો પણ નુકસાનમાં હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે ,૬૧૪.૬૬ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, સ્ટોક એક્સચેન્જોના પ્રોવિઝનલ ડેટા મુજબ. વૈશ્વિક બજારમાં, બ્રેન્ટ ક્રૂડ .૮૦ ટકાના ઘટાડા સાથે, બેરલ દીઠ ૫૫.૦૯ ડોલર પર કારોબાર કરી રહ્યો છે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો બે પૈસાના વધારા સાથે ૭૨.૯૭ ની સપાટીએ બંધ રહ્યો છે.

(7:43 pm IST)