મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

કોઇએ ન ખરીદી લોટરીની ટિકીટ જાતે સ્ક્રેચ કરી બન્યો ૧ર કરોડનો માલિક

નવી દિલ્હી, તા. ૧૯ : ૪૬ વર્ષિય શરાફૂદ્દીન લોટરીની ટિકીટ વેચતો હતો પરંતુ કોઇ તેની લોટરીની ટીકીટ ખરીદતું ન હતું, જેના કારણે તેણે બધી ટિકીટ પોતાની પાસે જ રાખી લીધી, ઘરે જઇને તે જ ટિકીટ તેણે સ્ક્રેચ કરી અને તેને કેરળ સરકારના ક્રિસમસ ન્યુ યર બંપર પુરસ્કારમાં ૧૨ કરોડ રૂપિયાનો પુરસ્કાર મળ્યો. જેનાથી તેની કિસ્મત રાતો રાત બદલાઇ ગઇ છે.  શરાફુદ્દીન પાસે એવો નંબર હતો જેનાથી તેને ૧૨ કરોડ રૂપિયાની લોટરી લાગી ગઇ છે. ખાડી દેશોમાંથી આવેલા શરાફૂદ્દીન અહીં એક નાના ઘરમાં છ લોકોના પરિવાર સાથે રહે છે. પહેલા તે નાનુ મોટુ કામ કરતો હતો પરંતુ છેલ્લા ૭ વર્ષથી તેણે લોટરી વેચવાનુ કામ શરૂ કર્યુ હતુ.  સુત્રો અનુસાર તમિળનાડુ રાજ્યની સીમા પર કેરળના કોલ્લમ જિલ્લામાં સરકારી જમીન પર બનેલા નાના ઘરમાં રહેનાર શરાફૂદ્દીન ઇચ્છે છે કે તે પોતાનું એક ઘર બનાવે અને પોતાના માથે રહેલુ દેવુ ચુકાવું. નાનો એક બિઝનેસ શરૂ કરું. તેના પરિવારમાં પત્ની એક દિકરો, માતા અને બે ભાઇ છે.  લૉટરીના વિજેતા ૩૦ ટકા ટેકસ કપાઇને ૧૦ ટકા એજન્ટ કમિશનને બાદ કરતા ૭.૫૦ કરોડ રૂપિયાનો માલિક બનશે. હવે આ રૂપિયાને કેવી રીતે ખર્ચ કરવા તેનો પ્લાન ઓલરેડી શરાફૂદ્દીને બનાવી લીધો છે.

(2:52 pm IST)