મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

બિહારમાં રાજકીય ધમસાણ : તેજસ્વી યાદવે નીતીશકુમારને ગોટાળાબાજ અને ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ ગણાવ્યા : સોશિઅલ મીડિયામાં રાજકીય આગેવાનો વિરુદ્ધ એલફેલ લખાણ કરનાર ઉપર કાયદેસરના પગલાં લેવાના નીતીશકુમારના નિર્ણયને તેજસ્વી યાદવનો પડકાર : હિમ્મત હોય તો ધરપકડ કરી જુઓ

પટણા : બિહારમાં રાજકીય ધમસાણ શરૂ થઇ ગયું હોવાનું જાણવા મળે છે.જે મુજબ મુખ્યમંત્રી નીતીશકુમારની સૂચનાથી રાજ્યના પોલીસ અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં  હવેથી સોશિઅલ મીડિયા ઉપર રાજકીય આગેવાનો ,સરકારી અધિકારીઓ ,સહિતના ઉપર આપત્તીજનક ટિપ્પણી કરનાર ઉપર કાયદેસર પગલાં લેવાની ઘોષણા કરાઈ છે.

જેનો વિરોધ શરૂ થઇ ગયો છે.જે મુજબ વિરોધ પક્ષના આગેવાન તેજસ્વી યાદવે નીતીશકુમારને ગોટાળાબાજ તથા ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ ગણાવ્યા છે.અને ચેલેન્જ આપી છે કે હિમ્મત હોય તો ધરપકડ કરી જુઓ..
ઉપરાંત આર.જે.ડી.ના રાજ્યસભાના સાંસદ મનોજ ઝા એ પણ નીતીશકુમાર ઉપર શાબ્દિક પ્રહારો કર્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:08 pm IST)