મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

ઈન્ફર્મેશન એન્ડ પબ્લિસીટી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર નલિન ચૌહાણનો સવા મહિનાથી કોઈ પત્તો નથી

નવી દિલ્હી: દૈનિક અખબારો અને સામાયિકોમાં કોલમિસ્ટ તરીકે પોતાની અલગ ઓળખ  ઉભી કરનાર અને દિલ્હીમાં સૂચના અને પ્રસાર નિર્દેશાલયના ડેપ્યુટી ડાયરેકટર નલિન ચૌહાણ છેલ્લા સવા  મહિનાથી લાપતા છે. તેમનો પરિવાર બેસબ્રિથી તેમના ઘર વાપસીનો ઇંતજાર કરી રહેલ છે. નલિન ચૌહાણ ૧૦ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યે તેમના ઘરેથી  થોડીવારમાં આવું છું તેમ કહીને નીકળ્યા પછી આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. દિલ્હી પોલીસે તેમના પત્નીની અરજી ઉપરથી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. નલિન ચૌહાણને બે સંતાનો છે અને પત્ની તથા બે ભાઈઓ છે. નલીનભાઈ ક્યાં ગયા તે રહસ્યમય બની રહ્યું છે.

(11:41 am IST)