મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

રિકવરી રેટ વધીને ૯૬.૮% : ૨૪ કલાકમાં ૧૮ હજાર દર્દી સાજા થયા

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪,૫૪૫ નવા કેસ જ્યારે ૧૬૩ દર્દીએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી તા. ૨૨ : ભારતમાં કુલ ૧૦,૪૩,૫૩૪ લોકોને કોરોના વેકસીનેશન કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂકયો છે. પરંતુ છેલ્લા થોડાક દિવસમાં કોરોના સંક્રમિતના કેસોમાં આંશિક વધારો પણ જોવા મળ્યો છે. પણ રાહતની વાત એ છે કે રિકવરી રેટ વધતાં મૃત્યુઆંક ૨૦૦થી નીચે આવી ગયો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૫૪૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૬૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬,૨૫,૪૨૮ થઈ ગઈ છે.

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૨ લાખ ૫૩ હજાર ૩૨ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૧૮,૦૦૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૮૮,૬૮૮ એકિટવ કેસો છે. ભારતમાં રિકવરી રેટ ૯૬.૮ ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૩,૦૩૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૧ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૦૧,૪૮,૦૨૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના ૨૪ કલાકમાં ૮,૦૦,૨૪૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૭૧ કેસ નોંધાયા છે. જેની સામે ૭૨૭ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૧ દર્દીનું મોત થયું છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૪૩૭૨ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૬.૧૭ ટકા છે. રાજયમાં આજે ૧૨,૪૮૭ વ્યકિતઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૩૫,૮૫૧ વ્યકિતઓનું રસીકરણ થયું છે.

દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ નવા કોરોના કેસમાં આજે પણ કેરળ અને મહારાષ્ટ્ર ટોચ ઉપર રહ્યા છે : ગુજરાતમાં  ૫૦૦ નીચે નવા કોરોના કેસ નોંધાયા : સૌથી ઓછા આસામમાં ૨૧, હિમાચલ પ્રદેશમાં ૩૯, ગોવામાં ૫૫, જમ્મુ અને કાશ્મીરમાં ૧૧૭ નવા કેસ નોંધાયા

કેરળ        :    ૬,૩૩૪

મહારાષ્ટ્ર    :    ૨,૮૮૬

કર્ણાટક      :    ૬૭૪

તામિલનાડુ :    ૫૯૬

છત્તીસગઢ  :    ૫૬૦

મુંબઈ       :    ૫૨૭

ગુજરાત     :    ૪૭૧

પુણે         :    ૪૫૫

પ. બંગાળ  :    ૪૨૬

બેંગ્લોર      :    ૩૭૧

ઉત્તરપ્રદેશ  :    ૩૬૫

મધ્યપ્રદેશ  :    ૩૦૧

રાજસ્થાન   :    ૨૬૫

તેલંગણા    :    ૨૩૪

દિલ્હી       :    ૨૨૭

પંજાબ      :    ૧૮૧

બિહાર       :    ૧૬૮

ચેન્નાઈ      :    ૧૬૬

ઉત્તરાખંડ    :    ૧૬૨

ઓડીશા     :    ૧૪૩

આંધ્રપ્રદેશ  :    ૧૩૯

હરિયાણા    :    ૧૩૩

જમ્મુ કાશ્મીર    :        ૧૧૭

કોલકતા     :    ૯૭

અમદાવાદ  :    ૯૧

ઝારખંડ     :    ૬૭

ભોપાલ     :    ૬૪

લખનૌ      :    ૬૩

ગોવા       :    ૫૫

ઈન્દોર      :    ૫૦

જયપુર      :    ૪૦

હિમાચલપ્રદેશ   :        ૩૯

આસામ     :    ૨૧

ચંદીગઢ     :    ૧૬

(ન્યુઝ ફર્સ્ટ)

અમેરિકામાં સતત બીજા દિવસે બે લાખ નીચે કોરોના કેસ રહ્યા, સવા લાખ લોકો હોસ્પિટલમાં અને ૨૪ કલાકમાં ૪ હજાર આસપાસના નવા મૃત્યુ : ઈંગ્લેન્ડમાં પણ કોરોના કેસનો આંકડો ઘટવા લાગ્યો, ૩૭ હજાર નવા કેસ, ૪૦૦૦ આઈસીયુમાં અને ૧૩૦૦ આસપાસના મૃત્યુ નોંધાયા : ચીનમાં સતત ૧૦૦ ઉપર આંકડો રહ્યો, આજે ૧૦૩ નવા કેસ નોંધાયા  : ઓસ્ટ્રેલિયામાં ૧૦, હોંગકોંગ ૭૦, સાઉદી અરેબિયા ૨૧૨, યુનાઇટેડ આરબ અમીરાત ૩૫૦૦, ફ્રાન્સ ૨૨ હજાર, રશિયા ૨૧ હજાર અને જર્મનીમાં ૧૮ હજાર નવા કેસ નોંધાયા છે

અમેરીકા      :   ૧,૯૩,૭૫૮ નવા કેસો

બ્રાઝીલ       :   ૫૯,૯૪૬ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૩૭,૮૯૨ નવા કેસો

ફ્રાન્સ          :   ૨૨,૮૪૮ નવા કેસો

રશિયા        :   ૨૧,૮૮૭ નવા કેસો

જર્મની        :   ૧૮,૭૦૦ નવા કેસો

ભારત         :   ૧૪,૫૪૫ નવા કેસો

ઈટલી         :   ૧૪,૦૭૮ નવા કેસો

કેનેડા         :   ૫,૯૫૫નવા કેસો

જાપાન        :   ૫,૪૪૭ નવા કેસો

યુએઈ         :   ૩,૫૨૯ નવા કેસો

બેલ્જીયમ     :   ૩,૦૦૬ નવા કેસો

સાઉથ કોરીયા :   ૪૦૦ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૨૧૨ નવા કેસો

ચીન          :   ૧૦૩ નવા કેસો

હોંગકોંગ      :   ૭૦ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧૦ નવા કેસ

ભારતમાં આજે સવાર સુધીમાં ૧૪ હજાર નવા કેસો અને ૧૬૩ મૃત્યુ થયા

જ્યારે ૧૮૦૦૦ સાજા પણ થઇ ગયા છે

નવા કેસો      :    ૧૪,૫૪૫ કેસો

નવા મૃત્યુ     :    ૧૬૩

સાજા થયા     :    ૧૮,૦૦૨

કુલ કોરોના કેસો    :     ૧,૦૬,૨૫,૪૨૮

એકટીવ કેસો   :    ૧,૮૮,૬૮૮

કુલ સાજા થયા     :     ૧,૦૨,૮૩,૭૦૮

કુલ મૃત્યુ       :    ૧,૫૨,૦૩૨

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૮,૦૦,૨૪૨

કુલ ટેસ્ટ       :    ૧૯,૦૧,૪૮,૦૨૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૫૧,૯૬,૪૨૮ કેસો

ભારત       :     ૧,૦૬,૨૫,૪૨૮ કેસો

બ્રાઝીલ     :     ૮૬,૯૯,૮૧૪ કેસો

યુએસએમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૧,૯૩,૭૫૮

પોઝીટીવીટી રેટ   :      ૯.૬%

હોસ્પિટલમાં :     ૧,૧૯,૯૨૭

આઈસીયુમાં :     ૨૨,૩૦૪

નવા મૃત્યુ   :     ૩,૮૮૯

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૧૫.૯ મિલિયન

બીજો ડોઝ  :     ૨.૬ મિલિયન

યુકેમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૩૭,૮૯૨

હોસ્પિટલમાં :     ૩૭,૯૧૨

આઈસીયુમાં :     ૩,૯૭૫

નવા મૃત્યુ   :     ૧,૨૯૦

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૫ મિલિયન

બીજો ડોઝ  :     ૪,૬૪,૦૦૦

(ન્યુઝ ફર્સ્ટ)

(12:53 pm IST)