મુખ્ય સમાચાર
News of Friday, 22nd January 2021

૧૨ રાજ્યોમાં બર્ડ ફલુનો પગપેસારો : અનેક શહેરોમાં ચિકન - ઇંડાની દુકાનો બંધ

પ્રવાસી પક્ષીઓ પોલ્ટ્રી પક્ષીઓ પણ ઝપેટમાં : એલર્ટ

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્ર સરકારે કહ્યું કે બર્ડ ફલૂની પુષ્ટિ થતાં રાજ્યોમાં રોકથામ અને જાગરૂકતાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, દેશના કુલ ૧૨ રાજ્યોમાં બર્ડ ફલુના મામલાની પુષ્ટિ થઇ છે. તેમાં છત્તીસગઢ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને પંજાબ સામેલ છે.

જાણકારીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કેટલાક પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓમાં બર્ડ ફલૂની પુષ્ટિ થઇ છે. બર્ડ ફલૂની પુષ્ટિ બાદ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

 પશુપાલનની ટીમ દ્વારા પોલ્ટ્રી ફાર્મનું નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બીજી બાજુ જે સ્થળો પર મૃત પક્ષી મળ્યા છે ત્યાં અવર-જવર સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના પ્રભાવિત ક્ષેત્રોમાં સ્થિતિ પર નજર રાખવા માટે ગઠિત કેન્દ્રીય દળ આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે અને તેને મહારાષ્ટ્રના રાયગઢ તથા પુણે જીલ્લાની મુલાકાત કરી છે.

(11:00 am IST)