મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd January 2020

અફઝલ ગુરૂની ફાંસી મામલે વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી વિરુદ્ધ ફરિયાદ

દેશવાસીઓને ભડકાવવા સહિત અનેક કલમ અંતર્ગત સોની રાજદાન વિરુદ્ધ ફરિયાદ

મુંબઈ : અભિનેત્રી સોની રાજદાન વિરુદ્ધ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ સોની રાજદાન દ્વારા અફઝલ ગુરૂના પક્ષમાં કથિત રીતે ટ્વીટ કરવા બાબતે નોંધાઈ છે. ફરિયાદમાં કહેવાયું છે કે, દેશવાસીઓને ભડકાવવા સહિત અનેક કલમ અંતર્ગત સોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે સોની વિરુદ્ધ આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના વકીલ રાજીવ શ્રીવાસ્તવે નોંધાવી છે.  

   અત્રે ઉલ્લેખનીય છે કે  સોની રાજદાન બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની મા અને મહેશ ભટ્ટની પત્નિ છે. તેમણે સોશિયલ મીડિયા પર પૂર્વ પોલીસ અધિકારી દેવિન્દર સિંહ અને અફઝલ ગુરૂ સાથે જોડાયેલા મામલા પર કથિત રીતે ટિપ્પણી કરી હતી.

 સોની રાજદાને ટ્વીટ કરી લખ્યું હતું કે, આ કાયદાની મજાક છે. કોણ તે મરેલા માણલને પાછો લાવશે. જેના વિશે જાણવા મળ્યું હતું કે, તે નિર્દોષ હતો. એટલા માટે ક્યારે પણ મોતની સજાને હળવાશમાં ન લેવી જોઈએ.એટલા માટે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ અને અફઝલ ગુરૂને બલીનો બકરો બનાવ્યો હતો.

(10:00 pm IST)