મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd January 2020

ઇન્ડિયન અમેરિકન કલચરલ એશોશિએશન ( IACA ) ના પૂર્વ પ્રેસિડન્ટ ડો.ગૌરાંગ વણિકનું દુઃખદ નિધન : 18 જાન્યુઆરીના રોજ જોગીંગમાં નીકળ્યા હતા ત્યારે આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ બન્યો

એટલાન્ટા : ઇન્ડિયન અમરિકન કલચરલ એશોશિએશનના પૂર્વ પ્રેસિડન્ટ ડો.ગૌરાંગ વણિકનું 18 જાન્યુઆરી 2020 ના રોજ દુઃખદ નિધન થયું છે.તેઓ જોગિંગમાં નીકળ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃતક જાહેર કર્યા હતા.
ડો.ગૌરાંગ એટલાન્ટાની સાઉધર્ન પોલિટેક્નિક સ્ટેટ યુનિવર્સીટીમાં એન્જીનીઅરીંગ પ્રોફેસર હતા.તથા યુનિવર્સીટી ઓફ ન્યુ ઓર્લિઅન્સના એસોશિએટ ડીન હતા.તેમણે ઇન્ડિયન અમેરિકન કલચરલ એશોશિએશન પ્રેસિડન્ટ તરીકે સેવાઓ આપી હતી

(8:06 pm IST)