મધ્યપ્રદેશમાં જિલ્લા યોજના સમિતિની બેઠકમાં કોંગ્રેસના મંત્રી અને ભાજપના સાંસદ વચ્ચે ઝપાઝપી
બંને નેતાઓ વચ્ચે સ્થાનિક મુદ્દાઓને લઈ વિવાદ સર્જાયો
ભોપાલ : મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં જિલ્લા યોજના સમિતિની બેઠક લેવા પહોંચેલા મંત્રી જીતૂ પટવારી અને સ્થાનિક ભાજપના સાંસદ મહેન્દ્ર સોલંકી વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ મામલો એટલો વધી ગયો કે, બંનેએ એકબીજા પર અપમાન કરવાનો આરોપ પણ લગાવી દીધો. આ બંને નેતાઓ વચ્ચે સ્થાનિક મુદ્દાઓને લઈ વિવાદ સર્જાયો હતો
આ સમિતિની બેઠકમાં ભાગ લેવા સાંસદ મહેન્દ્ર સોલંકી જેવા રૂમમાં પહોંચ્યા કે, તેમને પોતાની બેઠકને લઈ વાંધો ઉઠાવ્યો હતો . ઉપરાંત સાંસદે તેમને ઉદ્ધાટન કાર્યક્રમમાં નહીં બોલાવવાની પણ પ્રભારી મંત્રી પટવારી સામે ફરિયાદ કરી.હતી
અહીં આ બેઠકમાં સ્થાનિક નેતાઓ વચ્ચેની તૂતૂ મેંમેં વચ્ચે મંત્રી જીતૂ પટવારીએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને પણ સાંસદ સોલંકી સાથે બાખડવાનું થયું.બંને નેતાઓ વચ્ચે વિવાદ વધતાં બેઠક પણ અધૂરી રહી ગઈ.હતી