મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd January 2020

દિલ્હીમાં ચૂંટણીના મતદાન દરમિયાન સળંગ ચાર દિવસ દારૂની દુકાનો બંધ રહેશે : ચાર દિવસ ડ્રાય ડે જાહેર

ચૂંટણી પંચની સૂચના બાદ આબકારી વિભાગે તા. 6થી 9 ફેબ્રુઆરી સુધી દારૂની દુકાનો બંધ રાખવા આદેશ કર્યો

નવી દિલ્હી : દિલ્હીમાં મતદાન હોવાના કારણે આ તારીખ દરમિયાન ચાર દિવસ શરાબની દુકાનો બંધ રહેશે, રાષ્ટ્રીય રાજઘાનીમાં 6,8, તથા 9 ફેબ્રુઆરીનાં દિવસે ડ્રાય ડે જાહેર કરાયો હોવાના કારણે શરાબની દુકાનો બંધ રહેશે.

દિલ્હી વિઘાન સભા ચુટણી 2020નાં દિવસે શાંતિપુર્ણ રીતે મતદાન થાય તે માટે શરાબ વહેચવાની ઘટનાઓને જોતા ચુટણી પંચની સુચના પર આબકારી વિભાગે આ હુકમ કર્યો છે.

આબકારી વિભાગે 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુંધી દુકાન બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે, ચુટણીનો પ્રચાર 6 ફેબ્રુઆરીની સાંજે થમી જશે, અને 8 ફેબ્રુઆરીનાં દિવસે મતદાન છે.

તેના આગલા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીનાં દિવસે ગુરૂ રવિદાસ જયંતી હોવાનાં કારણે શરાબની દુકાન બંધ રાખવાનો આદેશ છે.દિલ્હી વિધાનસભા ચુટણી 2020માં 70 બેઠકો માટે મતદાન થશે તથા 11 ફેબ્રુઆરીનાં દિવસે મતગણતરી થશે.

(12:00 am IST)