મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત મહારાષ્ટ્ર્ની નાંદેડ અને એમપીના છીંદવાડામાંથી લડશે લોકસભાની ચૂંટણી !?

મહારાષ્ટ્રના નાંદેડ અને મધ્યપ્રદેશના છીંદવાડા સીટ પરથી ચૂંટણીજંગમાં ઝુકાવશે તેવી અટકળો

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પરંપરા બેઠક અમેઠી ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ અને મધ્યપ્રદેશના છિંદવાડા સીટ પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે તેવી અટકળો શરૂ થઇ છે

આ બે બેઠકોમાં નાંદેડ એ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણનું સંસદીય ક્ષેત્ર છે જયારે એમપીનું છિંદવાડા સીટ પરથી રાજ્યના હાલના મુખ્યમંત્રી કમલનાથ પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે અને આ બંને બેઠકો કોંગ્રેસનો ગઢ મનાય છે.

(10:06 pm IST)