મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

શિવરાજ-જ્યોતિરાદિત્યની બેઠકથી રાજકીય ગરમી વધી

રાત્રે બંધ બારણે ૪૦ મિનિટ સુધી બેઠક યોજાઈ : રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિ અને અન્ય મુદ્દા ઉપર વાતચીત થઇ હોવાનો દાવો : શિવરાજસિંહના આવાસ ઉપર બેઠક

ભોપાલ, તા. ૨૨ : કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે સોમવારે મોડી રાત્રે એકાએક લાંબી  બેઠક થતાંની સાથે જ મધ્યપ્રદેશમાં રાજકીય ગરમી વધી ગઈ છે. શિવરાજસિંહના આવાસ ઉપર બંને નેતાઓ મળ્યા હતા. આ બેઠક બંધબારણે થઇ હતી અને આશરે ૪૦ મિનિટ સુધી ચાલી હતી. આ મુલાકાત બાદ શિવરાજ અને જ્યોતિરાદિત્ય બંને નેતા એક સાથે બહાર આવ્યા હતા અને પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. બંને નેતાઓના મળવાના અહેવાલ બાદ શિવરાજસિંહના આવાસની બહાર પત્રકારો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. શિવરાજસિંહ અને જ્યોતિરાદિત્ય હાલમાં આ બેઠકને શિષ્ટાચાર ભેંટ તરીકે ગણાવી છે. સાથે સાથે કહ્યું છે કે, વાતચીત ખુબ સારી રહી હતી. બંનેના નિવેદન બાદ એવા સંકેત પણ મળી રહ્યા છે કે, આ વાતચીત મધ્યપ્રદેશની વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી લોકસભાની ચૂંટણીને લઇને યોજાઈ હતી. શિવરાજે પોતાના આવાસ ઉપર જ્યોતિરાદિત્યનું સ્વાગત કર્યું હતં. બંને નેતાઓ વચ્ચેની બેઠક ૪૦ મિનિટ સુુધી ચાલી હતી. વાતચીત બાદ જ્યોતિરાદિત્યએ કહ્યું હતુું કે, આ એક શિષ્ટાચાર બેઠક તરીકે હતી. અનેક મુદ્દા ઉપર વાત કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન ભાજપે તેમની સામે માફ કરો મહારાજા કહીને ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. આના ઉપર જ્યોતિરાદિત્યએ કહ્યું હતું કે, તેઓ એવા વ્યક્તિ છે જે દુશ્મનીને આજીવન લઇને ચાલવા માંગતા નથી. તેમણે કહ્યું હતું કે, શિવરાજસિંહે ખુબ જ સાનુકુળરીતે તેમને બોલાવ્યા હતા. કોઇપણ ફરિયાદ અથવા ખોટી ભાવના આ બેઠક પાછળ રહી ન હતી પરંતુ આ મિટિંગને લઇને મધ્યપ્રદેશની રાજકીય ગરમી વધી ગઈ છે. કેટલાક રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે, લોકસભાની ચૂંટણીથી પહેલા કોઇ મોટા રાજકીય ઘટનાક્રમ તરીકે પણ આ મિટિંગ હોઇ શકે છે. જ્યોતિરાદિત્યએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેઓ પોતાની પરંપરાગત ગુના-શિવપુરી સીટ ઉપરથી ચૂંટણી લડશે પરંતુ એમ માનવામાં આવે છે કે, ભાજપ આ સીટ ઉપરથી તેમના પરિવારમાં રહેલા યશોધરા રાજેને ટિકિટ આપી શકે છે. જ્યોતિરાદિત્યએ શિવરાજને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષના નેતા ન બનાવીને ભાજપના નાયબ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ મુલાકાત કરી હતી. ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા શિવરાજસિંહ માટે આ કામ ખુબ મહત્વપૂર્ણ છે.

(7:36 pm IST)