મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

સિદ્ધિ વિનાયક મંદિર દાદરની મધ્યે પોતાની હોસ્પિટલ બનાવશે

દર વર્ષે જરૂરીયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલોને લાખો રૂપિયા આપનાર

મુંબઈ : દર વર્ષે સરકારી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના સાધનો અને આર્થિક રૂરીયાતવાળા દર્દીઓના બીલ ભરી રહેલ જગપ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર હવે દાદરની મધ્યમાં પોતાની ખુદની હોસ્પિટલ બનાવી રહ્યાનું જાણવા મળે છે : મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ માટે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટાઈ અપ કરી રહેલ છે : ગોખલે રોડ મુંબઈ મ્યુ.કોર્પો. હોસ્પિટલ બાંધી આપશે અને પછી ટ્રસ્ટને ટ્રાન્સફર કરી દેશે. શિવસેનાના સીનીયર નેતા અને ટ્રસ્ટના વડા શ્રી આદેશ ભંડારકરે કહ્યું હતું કે હોસ્પિટલમાં ફાઈવ સ્ટાર સવલતો મળશે પરંતુ તેના ચાર્જ સીવીલ હોસ્પિટલ જેવા સાધારણ રહેશે. મહિનામાં હોસ્પિટલનું ચણતર રૂ થઈ જશે.

શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના દર્શને દરરોજ ૪૦ હજાર અને રવિવારે સવા લાખ લોકો આવે છે. વર્ષે દહાડે મંદિરને ૯૦ કરોડનું દાન મળે છે. દર વર્ષે ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને ૧૨ કરોડની મેડીકલ સહાય પૂરી પાડવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા મોટાભાગની રકમ માનવતાવાદી કાર્યોમાં વાપરવામાં આવે છે.(૩૭.)

(3:53 pm IST)