મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

સત્તા પલ્ટા પછી

મધ્યપ્રદેશમાં વધુ એક ભાજપ નેતા ઉપર હુમલો

ભોપાલ : મધ્યપ્રદેશમાં સત્તા પલ્ટો થયા પછી ભાજપ નેતાઓ ઉપર સતત હુમલા થઈ રહ્યા છે : રવિવારે બડવાનીમાં ભાજપના મંડલ અધ્યક્ષની હત્યા પછી હવે જબલપુર ભાજપના મંડલ અધ્યક્ષ મદન સિદ્દીકી ઉપર જીવલેણ હુમલો થયો છે. કોંગી કાર્યકર્તા હનીફ સહિતના લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પહેલા રવિવારે ભાજપ નેતા જીતેન્દ્ર સોની ઉપર હુમલો લાખોની લૂંટ કરી તેમની ધોલાઈ કરવામાં આવેલ. તે પૂર્વે મંદસૌરમાં ભાજપ નેતા પ્રહલાદ બંધવાર ઉપર ગોળીઓ વરસાવી હત્યા થઈ હતી.

(3:52 pm IST)