મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

દિલ્હીના હવામાનમાં પલટોઃ વરસાદ

પ્રદુષણ આંક વાતાવરણમાં બદલાવના કારણે સુધર્યોઃ ગુરૂવારે હળવી ઝાકળની શકયતાઃ આજે-કાલે-શુક્રવારે ફરી વરસાદની હવામાન વિભાગની આગાહીઃ ૨૬મીએ પણ હળવો વરસાદ પડશે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી- એનસીઆરમાં હવામાને અચાનક રૂ બદલતા ગઇકાલે મોડી રાત સુધી વાતાવરણ ગોરંભાયેલુ રહયું હતુ. વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાદળો છવાયેલા રહયા હતા અને બપોર પછી જોરદાર વરસાદ પડયો હતો. જે મોડી રાત સુધી ચાલુ રહેલ. વરસાદ પછી પ્રદુષણ આંક પણ ઘટયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ૨૪મી સુધી જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. વરસાદ પછી રાજધાનીનું તાપમાન ૧૧. ડિગ્રી  નોંધાયેલ જે સામાન્યથી બે ડિગ્રી વધુ રહેલ. જયારે ગુરૂતમ તાપમાન ૨૮. ડિગ્રી સાથે સામાન્યથી ડિગ્રી વધુ રહેલ.

જોરદાર પવનના લીધે લોકોને ફરી શીયાળાનો અનુભવ થયો હતો. હવામાન ખાતાના પ્રવકતાના જણાવ્યા મુજબ વેર્સ્ટન ડિસ્ટર્બન્સ મજબુત થવાથી સારા વરસાદની શકયતા છે. આના કારણે પવનની દિશામાં પણ બદલાવ આવ્યો છે. પહેલા પવનની દિશા ઉત્તર-પ્રશ્ચિમ હતી. ઠંડા પવનની પાછળનું કારણ હિમાલયન વિસ્તારમાં બરફ વર્ષા છે.

અચાનક બદલાવના કારણે જોરદાર પવનોએ ઠંડીનો અનુભવ કરાવેલ. પવનની ગતિ ૨૫-૩૦ કિ.મી.ની રહી હતી. જે આજે પણ બરકરાર રહેશે.

 સાથો સાથ કેન્દ્રિય પ્રદુષણ બોર્ડના જણાવ્યા મુજબ આંક ૨૪૪ રહેલ, જે ખરાબની શ્રૈણીમાં આવે છે. બદલાયેલ વાતાવરણના કારણે શનિવારે નોંધાયેલ ૩૬૮ પ્રદુષણ આંક ઘટી ગયો હતો. આમ દિલ્હીવાસીઓને વરસાદના કારણે પ્રદુષણમાંથી પણ આંશીક રાહત મળી હતી.

 હવામાન ખાતાએ જણાવેલ કે  દિલ્હીમાં આજે મંગળવાર, બુધવાર અને શુક્રવારે પણ હળવા વરસાદની શકયતા દર્શાવી છે. સાથો સાથ ગુરૂવારે હળવી ઝાકળ છવાયેલ રહેવાનુ પણ પુર્વાનુમાન કર્યું છે. હવામાન ખાતાએ ૨૬મીએ ગણતંત્ર દિવસના રોજ આકાશમાં વાદળો છવાયેલ રહેશે. અને હળવા છાટા-છુટીની પણ શકયતા જણાવી છે. તે દિવસ ગુુરૂતમ તાપમાન ૧૯ ડિગ્રી રહી શકે છે. જયારે લધુતમ તાપમાન ડિગ્રી આસપાસ રહેવાની શકયતા છે. (૪૦.)

(3:50 pm IST)