મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

જે કેબલ ઓપરેટર્સ નવી વ્યવસ્થા લાગુ નહીં કરે તેનાં લાઇસન્સ જપ્ત થશેઃ ટ્રાઇ

નવી વ્યવસ્થા હેઠળ હજુ સુધી પ૦ ટકા યુઝર્સે જ ટીવી ચેનલોની પસંદગી કરી છે

મુંબઇ તા. રર :.. ૧૬. કરોડ પરિવારો પે ટીવી ચેનલ જોઇ રહ્યા છે. જેના માટે નવા ટેરિફ પ્લાન લાગુ થવા આડે હવે માત્ર ૧૦ દિવસ બાકી છે. નવી વ્યવસ્થામાં ગ્રાહકોને માત્ર બે ચેનલ માટે પૈસા આપવાના રહેશે. જે તેઓ જોવા માગતા હોય. હજુ સુધી આમાંથી પ૦ ટકા ગ્રાહકોએ ઓપરેટર્સને પોતાની પસંદગીની જાણકારી આપી છે.

ટ્રાઇએ સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકો અને ઓપરેટર્સ નવી વ્યવસ્થાનો અમલ નહીં કરે તેમના લાઇસન્સ રદ કરી દેવામાં આવશે. દરમિયાન ટ્રાઇએ બ્રોડકાસ્ટ અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના માલિકો અને સીઇઓની એક બેઠક બોલાવી છે. બેઠકમાં નવા ટેરિફ પ્લાન પર થયેલી પ્રગતિ અંગે ચર્ચા થશે.

દેશમાં કેબલ અને ડાયરેકટ ટુ હોમ (ડીટીએચ) ઓપરેટરો સામે કરોડો ગ્રાહકો સુધી પહોંચવાનો અને તેમની ચોઇસ જાણવાનો મોટો પડકાર છે. જો કે ઓપરેટર્સને ર૬ જાન્યુઆરી સુધીમાં પ૦ ટકા રિસ્પોન્સ  મળવાની આશા છે. ટ્રાઇએ કાર્યને ૩૧ જાન્યુઆરી સુધીમાં પુરું કરવાનો નિર્દેશ આપ્યો છે. ફેબ્રુઆરીથી નવી ટેરિફ સીસ્ટમ લાગુ થઇ જશે.

ટ્રાઇએ ઓપરેટરોને સોમવાર સુધીમાં તમામ ગ્રાહકોનો સંપર્ક કરવા સુચના આપી છે, પરંતુ  ૩૦ ટકા ગ્રાહકોનો સંપર્ક થઇ શકયો છે. ઓલ ઇન્ડીયા ડીજીટલ કેબલ ફેડરેશનના પ્રવકતાએ જણાવ્યું છે કે અમારા મોટા ભાગના સભ્યો ૬પ થી ૭૦ ટકા ગ્રાહકોનો સંપર્ક કરી ચૂકયા છે. અને કામગીરી ઝડપથી ચાલી રહી છે. જો કે ડીસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ ટ્રાઇના સેક્રેટરી સાથેની રિવ્યુ મીટીંગમાં જણાવ્યું હતું કે ડીટીએચ ઓપરેટરોએ ટાટા સ્કાયને બાદ રાખીને ર૬ જાન્યુઆરી સુધીમાં ૭પ ટકા કામગીરી પુરી કરવા ખાતરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ટીવી ેનલો દેખાવાની બંધ થશે. નહીં અને નવી વ્યવસ્થા  ફેબ્રુઆરીથી થી દિવસની અંદર રૂ કરાશે. (-ર૮)

 

(3:47 pm IST)