મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

અમે ૧૫ પૈસાવાળી સંસ્કૃતિને બદલી અમે રાજીવના જમાનાની ૮૫% લુંટ બંધ કરી

પીએમ મોદીએ કોંગ્રેસને લીધી આડે હાથ : પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન

બનારસ તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં પ્રવાસી ભારતીય સંમેલનને સંબોધન કર્યું હતું અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.

તેમણે કહ્યું કે, એક પૂર્વ વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે એક રૂપિયો જયારે દિલ્હીથી મોકલવામાં આવે છે તો માત્ર ૧૫ પૈસા જનતા સુધી પહોંચે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમસ્યાને જાણીને કોંગ્રેસ સરકારોએ કંઇ નથી કર્યું. તેમણે કહ્યું કે, તેમની સરકારે વ્યવસ્થામાં પરિવર્તન લાવીને સાડા લાખ કરોડ રૂપિયા બચાવ્યા.

તમારામાંથી અનેક લોકોએ અમારા દેશનાં એક પૂર્વ વડાપ્રધાનની ભ્રષ્ટાચાર મુદ્દે કહેલી વાત સાંભળી હશે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દિલ્હીથી જે પૈસા મોકલે છે તેનાં માત્ર ૧૫ ટકા લોકો સુધી પહોંચી શકે છે. આટલા વર્ષ સુધી દેશ પર જે પાર્ટીએ શાસન કર્યું, તેણે દેશને જે વ્યવસ્થા આપી હતી, તેની સચ્ચાઇનો તેમણે સ્વિકાર કર્યો હતો. અફસોસ રહ્યો કે ત્યાર બાદ પોતાનાં ૧૦-૧૫ વર્ષનાં શાસનમાં પણ લૂંટફાટને લીકેજને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દેશનો મધ્યમ વર્ગ ઇમાનદારીથી ટેકસ આપતો રહ્યો અને જે પાર્ટી આટલા વર્ષો સુધી સત્તામાં રહી, તે ૮૫ ટકાની લૂંટને જોવા છતા વણદેખ્યું કરતી રહી. અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૮૫ ટકાની લૂંટને ૧૦૦ ટકા ખતમ કરી દીધી છે.

વડાપ્રધાન મોદીએ મંગળવારે ઉત્તરપ્રદેશના વારાણસીમાં ચાલી રહેલા પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. પહેલી વાર છે જયારે તેનું આયોજન વારાણસીમાં કરવામાં આવી રહ્યું છે. સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં યુવા પ્રવાસી ભારતીય દિવસની રૂઆત થઇ હતી. વડાપ્રધાન મોદી સાથે મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવીણ જગન્નાથ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે, હું એક વડાપ્રધાન તરીકે ઉપરાંત કાશીનો સાંસદ હોવાના કારણે તમારુ સ્વાગત કરુ છું. દરમિયાન તેમણે ટુમકુરનાં સિદ્ઘગંગા મઠના સ્વામીના નિધન અંગે પણ શોક વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, સમ્મેલનની રૂઆત અટલજીએ કરી હતી, પરંતુ તેમના ગયા બાદ પહેલીવાર કાર્યક્રમનું સ્વાગત થઇ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, બહાર રહીને પણ તમે બધા દેશની શકિતને વિશ્વ સમક્ષ રજુ કરી રહ્યા છો. તમે બધા ભારતના બ્રાંડ એમ્બેસેડર છો.

વડાપ્રધાને કહ્યું કે, આજે વિશ્વનાં અનેક દેશોના પ્રમુખ એવા લોકો છે જેનાં મુળીયા ભારતમાં છે. તેમણે કહ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે, ભારત બદલી શકે નહી, પરંતુ અમે આખી વિચારસરણી ફેરવી નાખી. આજે ભારત અનેક મુદ્દે વિશ્વની આગેવાની કરી રહ્યું છે. દરમિયાન વડાપ્રધાને પોતાના કાર્યકાળમાં તેમની સરકાર દ્વારા ચલાવાયેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી અને સરકારની મહત્વની ઉપલબ્ધીઓ પણ ગણાવી હતી.

૧૫માં પ્રવાસી ભારતીય દિવસની મુખ્ય થીમ ન્યૂ ઇન્ડિયા રખાઇ છે. વડાપ્રધાન મોદી અહીં અનેક દેશોનાં પ્રતિનિધિઓને મળવા ઉપરાંત મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવીણ જગન્નાથ સાથે પણ મુલાકાત યોજશે. વખતના પ્રવાસી ભારતીય દિવસની દ્રષ્ટીએ પણ ખાસ છે કે વખતે રજીસ્ટ્રેશનનો રેકોર્ડ પણ તુટ્યો છે.(૨૧.૨૬)

પ્રવાસી ભારતીયો માટે  મોદીએ કરી મોટી જાહેરાત

વડાપ્રધાને તે દરમિયાન વિદેશમાં રહેનાર ભારતીયો માટે અમુક જાહેરાતો કરી. પીએમે કહ્યું કે, તમારી સોશિયલ સિકયોરિટીની સાથે સાથે પાસપોર્ટ, વીઝા, PIO અને OCI કાર્ડને લઇને પણ તમામ પ્રક્રિયાઓને સરળ કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. પ્રવાસી ભારતીયો માટે અમુક મહિના પહેલા એક નવું કદમ ઉઠાવવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, દુનિયાભરમાં અમારી Embassies અને Consulatesને પાસપોર્ટ સેવા પ્રોજેકટ સાથે જોડવામાં આવી રહ્યું છે, તેનાથી તમે તમામ માટે પાસપોર્ટ સેવા સાથે જોડાયેલા એક Centralized System તૈયાર થઇ જશે, પરંતુ હવે તો એક કદમ આગળ વધતા ચિપ બેસ્ડ e-Passport ચાલું કરવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે.

પાસપોર્ટની સાથે સાથે વિઝા સાથે જોડાયેલા નિયમોને પણ સરળ કરવામાં આવી રહ્યા છે. e-VISAની સુવિધા મળવાથી તમારાસમયની બચત પણ થઇ રહી છે અને મુશ્કેલીઓ પણ ઓછી થઇ છે. અત્યારે પણ જો કોઇ સમસ્યાઓ તેમાં છે તો તેના સુધાર માટે કદમ ઉઠાવવા આવી રહ્યું છે

(3:43 pm IST)