મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

મહારાષ્ટ્રમાં ૪૮ લોકસભા બેઠકોઃ પ્રકાશ આંબેકડકરની પાર્ટીએ અસાઉદ્દીન ઔવેસીની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ

કોંગ્રેસ પાસે મિશન નથી, ચહેરો નથી અને વિચારધારા નથીઃ પ્રકાશ આંબેડકર

મુંબઇ, તા.૨૨: મહાસંઘનાં નેતા પ્રકાશ આંબેડકરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઇ મિશન નથી, કોઇ ચહેરો નથી અને કોઇ વિચારધારા નથી. કોંગ્રેસ સત્તા વહેંચવા માંગતી નથી.

પ્રકાશ આંબેડકર મોટા દલિત નેતા છે અને ડો. બાબાસાહેબ આંબેડકરનાં પ્રપૌત્ર છે.ન્યૂઝ૧૮ સાથે થયેલા વાતચીતમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અંહકારી છે. તે કોઇને સાથે પાવર વહેંચવા માંગતી નથી. અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઇચ્છીએ છીએ પણ શકય બનશે નહીં તેમ લાગે છે. આ સ્થિતિમાં અમે મહારાષ્ટ્રમાં તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડીશું.

મહારાષ્ટ્રમાં ૪૮ લોકસભા બેઠકો છે. પ્રકાશ આંબેકડકરની પાર્ટીએ અસાઉદ્દીન ઔવેસીની પાર્ટી સાથે ગઠબંધન કરી દીધુ છે અને વંચિત બહુજન અદ્યાડી નામનો મંચ બનાવ્યો છે.

આંબેડકર અને તેમના સાથીઓ મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રમુખ અશોક ચવાણને મળ્યા હતા ગઠબંધન મામલે કોઇ ઠોસ વાત બની નહીં. આંબેડકર સાથે જોડાયેલા લોકો ઇચ્છે છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન થાય જેથી ભાજપને હરાવી શકાય.

અલબત્ત, પ્રકાશ આંબેડકરે કહ્યું કે, અમે ભાજપ અને સંઘ પરિવારને સત્તા પરથી દૂક રાખવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ. અમે બંધારણમાં માનીએ છીએ. જયારે સંદ્ય પરિવાર અને તેમના સાથીઓ બંધારણ બદલવા માંગે છે. આથી, સેકયુલર પક્ષો સાથે ગઠબંધન થવું જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી કોમાવાદી પક્ષો તરફ ઢળે છે એટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવુ જરૂરી છે. ભીમ કોરેંગાવની ઘટના પછી વંચિત સમુદાયો એક થયા છે અને ભાજપ અને સંઘને હરાવશે.

 

(3:38 pm IST)