મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

મત મશીન હટાવી મત પત્રક લાવવા જબ્બર લડાઇની વિપક્ષોની તૈયારી

ઇવીએમ હેકના ભારતીય સાઇબર નિષ્ણાંતના દાવા પછી વિરોધમાં પ્રચંડ વધારોઃ લડત સમિતિની બેઠક ટુંક સમયમાં મળશેઃ દેશવ્યાપી જનઆંદોલન અને કાનૂની પડકારની વિચારણાઃ જરૂર પડે તો ચૂંટણી બહિષ્કાર સુધીની સંભાવના

રાજકોટ, તા. ૨૨ :. ભારતમાં ભાજપ સામે એક થઈ રહેલા વિરોધ પક્ષો દ્વારા મત મશીન હટાવી તેના સ્થાને ફરીથી મતપત્રક આધારીત (બેલેટ બોક્ષ)થી ચૂંટણી કરાવવા માટે જબ્બર લડતની તૈયારી થઈ રહ્યાના અહેવાલ મળે છે. ઈવીએમથી મુકત અને ન્યાયી ચૂંટણી સામે પ્રશ્નાર્થ રહે છે તેમ વિપક્ષોનું કહેવુ છે. લંડનમાં ભારતીય સાયસર એકસપર્ટ સૈયદ સુજાએ ઈવીએમ હેક કરી શકાય છે તેવો દાવો કરેલ અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડા થયાનું જણાવતા ઈવીએમ સામેનો વિપક્ષોનો વિરોધ વધ્યો છે.

આધારભૂત વર્તુળોના જણાવ્યા મુજબ ઈવીએમથી ચૂંટણી યોજવા સામે અનેક વખત વિવાદ થયા છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ઈવીએમથી યોજવાથી મુકત અને ન્યાયી ચૂંટણી સામે પ્રશ્નાર્થ સર્જાઈ શકે તેવુ વિપક્ષોનું માનવુ છે. કેન્દ્રમાં સત્તા પર ભાજપ છે. ભાજપ સત્તા ટકાવી રાખવા ઈવીએમમાં ચેડા કરાવતો હોવાના ભૂતકાળમાં પણ આક્ષેપો થઈ ચૂકયા છે. દેશની કેટલીય ચૂંટણીના પરિણામો શંકાના દાયરામાં આવી ગયા છેલોકસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે ભાજપ સામે એક થઈ રહેલા વિપક્ષોએ ઈવીએમના મુદ્દે પણ એક થવાનો નિર્દેશ કર્યો છે. ઈવીએમના મુદ્દે વિપક્ષોની કમીટી બનાવવામાં આવી છે. કમીટીની બેઠક ટૂંક સમયમાં મળનાર છે. જેમાં ઈવીએમ વિરોધી જબ્બર જન આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. એક તરફ કેન્દ્રીય ચૂંટણી પંચે આવતી લોકસભાની ચૂંટણી માટે લાખોની સંખ્યામાં નવા ઈવીએમ ખરીદયા છે. બીજી તરફ ભાજપના વિપક્ષોએ ઈવીએમ હટાવવા અભિયાન ઉપાડવાની તૈયારી આદરી છે. ઈવીએમના વિરોધમાં કાનૂની લડત કરવાની પણ તૈયારી હોવાનું કહેવાય છે. રૂ પડયે ચૂંટણી બહિષ્કાર સુધીની સંભાવના હોવાનું ચર્ચાય રહ્યુ છે.(-૨૬)

(3:43 pm IST)