મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

પંજાબની એક ગાય રોજ આપે છે ૬૮ લીટર દુધ

ચંદીગઢ, તા.૨૨: પંજાબના એક ખેડૂતે પાળેલી ગાય આજકાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. મોંગા જિલ્લાના હકીમા ગામમાં રહેલા આ ખેડૂતની ગાયના નામે એક ગજબનો રેકોર્ડ છે. હોલ્સ્ટેઈન ફ્રિસિઅન્સ પ્રજાતિની આ ગાય રોજનું ૬૮.૧૪ લિટર દૂધ આપે છે.

પંજાબ સરકાર દ્વારા હાલમાં જ દૂધ દોહવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં હરપ્રિત સિંઘ નામના પશુપાલકની ગાયનો પહેલો નંબર આવ્યો હતો. નવેમ્બર ૨૦૧૮જ્રાક્નત્ન થયેલી આવી જ એક સ્પર્ધામાં દુભાલી ગામના ખેડૂતની ગાયે ૫૪.૬૦ લિટર દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો જે આ વખતે તૂટી ગયો છે.પંજાબમાં આ પ્રકારની સ્પર્ધાઓ વારંવાર યોજાતી રહે છે. ડિસેમ્બર ૨૦૧૮માં મુર્રાહ બ્રીડની ભેંસોને દોહવાની સ્પર્ધા થઈ હતી. જેમાં હરવીન્દરજીત સિંઘ નામના પશુપાલકની ભેંસે ૨૫.૦૪ લિટર દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો.

(3:37 pm IST)