મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

પ્રતિ વર્ષ મહિલાઓ ૧૦ ટ્રિલીયન ડોલરનું કાર્ય કોઇપણ વેતન લીધા વગર કરે છે

આ કાર્યમાં ઘરકામથી લઇને બાળકો સંભાળવાના કાર્યનો સમાવેશઃ મહિલાઓ વેતન લીધા વગરના કાર્ય માટે શહેરી વિસ્તારમાં પ્રતિ દિવસ ૩૧૨ મિનિટ અને ગ્રામિણ વિસ્તારમાં ૨૯૧ મિનિટ ખર્ચ કરે છે

દાવોસ  તા. ૨૨ : પ્રતિ વર્ષ મહિલાઓ ૧૦ ટ્રિલિયન ડોલરનું કાર્ય કોઈ પણ વેતન લીધા વગર કરે છે જે વિશ્વની સૌથી મોટી કંપની એપલના ટર્નઓવરથી ૪૩ ગણી વધારે રકમ થાય છે એવું તાજેતરના ઓકસફર્મના અભ્યાસ ઉપર જાણવા મળ્યુ છે. ભારતમાં જીડીપીના ૩.૧ ટકા જેટલા મુલ્યનું કાર્ય મહિલાઓ વગર કોઈ વેતન લીધા વગર કરે છે. મહિલાઓના કાર્યમાં ઘરકામથી લઈને બાળકો સંભાળવાના કાર્યનો સમાવેશ કરવામાં આવે છે.

મહિલાઓ વેતન લીધા વગરના કાર્ય માટે શહેરી વિસ્તારમાં પ્રતિ દિવસ ૩૧ર મિનિટ અને ગ્રામિણ વિસ્તારમાં ર૯૧ મિનિટ ખર્ચ કરે છે. તેની તુલનાએ પુરૂષો વેતન વગરના કાર્ય પાછળ પ્રતિ દિવસ ર૯ મિનિટ શહેરી વિસ્તારમાં અને ૩ર મિનિટ ગ્રામિણ વિસ્તારના ખર્ચ કરે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોર્મની સ્વિસ સ્કાય રિસોર્ટ ખાતે બેઠક પુર્વે ઈન્ટરનેશનલ રાઈટ ગ્રૂપે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ભારત સહિત વિશ્વમાં વધતી જતી આર્થિક અસમાનતા દ્વારા  સ્ત્રીઓ અને છોકરીઓ ઉપર સૌથી વધારે અસર થાય છે.

ઓકસફર્મે જણાવ્યુ કે, ભારતમાં પણ પુરૂષ અને  સ્ત્રીઓ વચ્ચે ભારે અસમાનતા જોવા મળે છે. પુરૂષોને મળતા વેતનની તુલનાએ  સ્ત્રીઓને ઓછુ વેતન આપવામાં આવે છે. મહત્વની વાતેએ છે કે, ૧૧૯ મેમ્બરની બિલિનિયોર કલબમાં ફકત નવ મહિલાઓ છે. બીજી બાજુ પુરૂષો અને મહિલાઓને વેતનની ચુકવણીમાં પણ ભારે અસમાનતા જોવા મળી રહી છે. ભારતમાં મહિલા અને પુરૂષો વચ્ચે વેતન ચુકવણીમાં ૩૪ ટકાનો તફાવત જોવા મળે છે. જાતિ, વર્ગ, ધર્મ, ઉંમર અને લૈંગિક નિર્ધારણના જુદા જુદા આંતરછેદની પ્રક્રિયાની સૌથી વધારે અસર મહિલાઓને લઈ રહી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોર્મના જેન્ડર ગેપ ઈન્ડેકસ ર૦૧૮માં ભારત ૧૦૮માં ક્રમે આવે છે.

ઓકસફર્મે જણાવ્યુ કે, મહિલાઓ સામે થતા અત્યાચાર સામે ભારતમાં વિવિધ કાયદાઓ છે પરંતુ તેનો અમલ થતો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, કામની જગ્યાએ સેકસયુઅલ હેરેસ્ટમેન્ટનો બિલ ર૦૧૩માં પાસ થઈ ગયો છે પરંતુ અત્યારે પણ મહિલાઓ તેના હક માટે સંઘર્ષ કરી રહી છે. જો કે, તાજેતરમાં દેશમાં શરૂ થયેલી મિટુ મુવમેન્ટથી થોડોક ફરક પડયો છે પરંતુ હજી આ ક્ષેત્રે ખુબજ કામ કરવાની જરૂર છે.

ઓકસફર્મે જણાવ્યુ કે, મોટી સંખ્યામાં મહિલાઓ અનૌપચારિક ક્ષેત્ર જાતીય સતામણીનો સામનો કરે છે અને મહિલાની રક્ષણ માટેના કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ તેનો અમલ ફકત કાગળ ઉપર જ છે. પરિણામે મહિલાઓને કાર્ય છોડી દેવું પડે છે કે જાતિય સતામણી સહન કરવી પડે છે.

(10:29 am IST)