મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્ય અમીનખાન ગાય સાથે પોતાની લાગણીનો ઉલ્લેખ કરીને ભાવુક બન્યા

અમીનખાને કહ્યું -એક ગાય પાસે બેસતી,ચહેરો ચાટતી અને હવે તે નથી પણ મને તેનો ચહેરો યાદ આવે ત્યારે ભાવુક બની જાઉં છું

જયપુર :રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય અમીન ખાન વિધાનસભામાં એક ચર્ચા દરમિયાન ગાય સાથે પોતાની લાગણીનો ઉલ્લેખ કરીને ભાવુક થયા હતા રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન અમીન ખાને કહ્યું હતું કે ભાજપાએ ગાયનો ઉપયોગ વોટના રાજનીતિ માટે કર્યો છે.


   આ પછી વિધાનસભાની બહાર અમીન ખાને કહ્યું હતું કે એક ગાય સાથે મારે ઘણી લાગણી હતી. જે મારી પાસે બેસતી હતી અને મારા ચહેરાને જીભથી ચાટતી હતી. હવે તે નથી અને જ્યારે પણ તેનો ચહેરો યાદ આવે છે ત્યારે ભાવુક બની જાઉ છું. સદનમાં તેનો ઉલ્લેખ કરતા પણ મને રડવું આવ્યું હતું.
    પાંચમી વખત ધારાસભ્ય બનેલા અમીન ખાને કહ્યું હતું કે મારા પરિવારનું કામ ડેરીનું છે અને તેમણે ગાયની દેખરેખ રાખી છે. અમીન ખાન બાડમેર જિલ્લાની શિવ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે

(12:32 am IST)