મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

કર્ણાટકના કરવાડમાં શ્રધાળુઓ ભરેલી બોટ સમુદ્રમાં પલ્ટી જતા 16 લોકોના મોત ;કેટલાય લાપતા

નરસિંમ્હા ઉત્સવ મનાવી પરત ફરતી વેળાએ ભાવિકોથી ખીચોખીચ બોટ સમુદ્રમાં પલ્ટી ખાઈ જતા દુર્ઘટના :માછીમારો અને કોસ્ટગાર્ડ દ્વારા લાપતા લોકોની શોધખોળ

કર્ણાટકના કરવાડમાં આજે સાંજે શ્રાદ્ધાળુઓ ભરેલી એક બોટ સમુદ્રમાં પલટી ખાઈ જતા  આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નિપજ્યા છે.જયારે કેટલાય લોકો લાપતા હોવાનું જણાવમાં આવી રહ્યું છે.

    મળતી વિગત મુજબ કર્ણાટકના કરવાડા પાસે સમુદ્રમાં નાવમાં બેસી લોકો નરસિમ્હા ઉત્સવ મનાવી આવી રહ્યા હતા, તે સમયે અચાનક શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી બોટ પલટી ખાઈ જતા 16 લોકોના મોત નિપજ્યા છે.
    સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ  બોટમાં લગભગ 26 લોકો સવાર હતા. તમામ લોકો નરસિમ્હા ઉત્સવ મનાવવા માટે ગયા હતા, જે ઉત્સવ ખતમ થયા બાદ પાછા ફરી રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં સ્થાનિક માછીમારો અને કોસ્ટ ગાર્ડના જવાનોએ અત્યાર સુધીમાં 16 લોકોની લાસ શોધી બહાર કાઢી છે. હજુ પણ લાપતા લોકોની શોધ ચાલુ છે

(12:00 am IST)