મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

બેંગ્લોર વિશ્વનું સૌથી ડાયનેમિક શહેર, હૈદરાબાદ બીજા અને દિલ્હી ચોથા નંબરે : પુણે પાંચમા અને ચેન્નઈ સાતમા સ્થાને

રેંકિંગમાં સામેલ 20માંથી 19 શહેર એશિયાપેસિફિકના છે.

નવી દિલ્હીઃ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલે પોતાના એક સર્વેમાં બેંગ્લોરને દુનિયાનું સૌથી ડાયનેમિક શહેર તરીકે પસંદ કર્યું છે. જેમાં દેશની રાજધાની દિલ્હી ચોથા નંબ પર છે. ડેએલએલએ દુનિયાના સૌથી ડાયનેમિક 20 શહેની યાદી જાહે કરી છે. નિંતર તેજી સાથે શહેરીકરણ અને તાજેતરના આર્થિક વિકાસ માટે આ શહેરોને ડાયનેમિક શહેર તરીકે ચૂંટવામાં આવ્યા છે. મજબૂત ટેક્નોલોજી અને ઈનોવેશન ઈકોસિસ્ટમને પગલે બેંગ્લોર દુનિયાનું સૌથી ડાયનેમિક શહેર બન્યું છે. જેએલએલ મુજબ બેંગ્લોર પહેલા, હૈદરાબાદ બીજા, દિલ્હી ચોથા, પુણે પાંચમા અને ચેન્નઈ સાતમા નંબર પર છે. રેંકિંગમાં સામેલ 20માંથી 19 શહેર એશિયાપેસિફિકના છે. મંગળવારે આ યાદી જાહેર કરવામાં આવી છે.

જેએલએલના ઈન્ડિયા સીઈઓ અને કન્ટ્રી હેડ રમેશ નાયરે જણાવ્યું કે આ ઈન્ડેક્સમાં સૌથી મહત્વની ચીજ એ છે કે આમાંથી કેટલાય ટોપ રેંકિંગ વાળા શહેરોમાં ટેક્નોલોજી અને ઈનોવેશનને મજબૂત ઈકોસિસ્ટમ છે. રિયલ એસ્ટેટ અને આર્થવ્યવસ્થા બંને ની ગતિને બનાવી રાખવામાં ટેક્નોલોજી સેક્ટરનું મહત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે તેજીથી આગળ વધી રહેલાં આ શહેર ભારે માત્રામાં વિદેશી રોકાણને પણ આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે. આ સેક્ટરમાં થયેલ સ્ટ્રક્ચરલ રિફોર્મથી પણ વિદેશી રિયલ એસ્ટેટ રોકાણકારોની અહીં દિલચસ્પી વધી છે અને તેઓ અહીંના હાલાતનો લાભ ઉઠાવવા ઈચ્છે છે.

નાયરે જણાવ્યું કે બેંગ્લોર અને હૈદરાબાદ માહિતી- ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપને પગલે રેંકિંગમાં આગળ છે. હૈદરાબાદ રોકાણ અને વિકાસને પગલે ચર્ચામાં રહ્યું છે. દુનિયાની પ્રમુખ કંપનીઓએ અહીં રોકાણ કર્યું છે. રિયલ એસ્ટેટ અને નવા લૉન્ચ મામલે હૈદરાબાદ ભરતમાં સૌથી સારું પ્રદર્શન કરી રહ્યું છે. સિટી મોમેન્ટમ એડિશનમાં હૈદરાબાદ પાછલા વર્ષે પ્રથમ સ્થાને હતું. બેંગ્લોર બીજા, પુણે ચોથા, કોલકાતા પાંચમા અને દિલ્હી આઠમા સ્થાને હતું.

(10:12 pm IST)