મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

હવે પ્લેનમાં મુસાફરી કરતી વખતે શીખોને પાઘડી ઉતારવાની ફરજ નહીં પડેઃ અમેરિકાની સરકારને કાયદામાં સુધારો કરવાની ફરજ પાડનાર ભારતીય મૂળના શીખ સજ્જન શ્રી ગૂરીન્દર સિંઘ ખાલસાનું બહુમાનઃ ૨૦૧૯ની સાલનો પાર્કસ ટ્રેઇલબ્લેઝર એવોર્ડ એનાયત

ઇન્ડિયાનાઃ અમેરિકાના ઇન્ડિયાનામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના ૪૫ વર્ષીય શીખ સજ્જન શ્રી ગૂરીન્દરસિંઘ ખાલસાને ૨૦૧૯ની સાલનો રોઝા પાર્ક ટ્રેઇલબ્લેઝર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રી ગૂરીન્દરસિંઘએ પાઘડી પહેરી હોવાથી ૨૦૦૭ની સાલમાં તેમને પ્લેનમાં મુસાફરી કરવા દેવાની મનાઇ ફરમાવાઇ હતી. પરંતુ આવો કાયદો ધાર્મિક અધિકારના ભંગ સમાન લાગવાથી તેમણે કાયદો સુધારવા સહી ઝુંબેશ શરૂ કરી હતી.

જે માટે ૨૦ હજાર સહીની જરૂર હતી તેને બદલે તેમણે ૬૭ હજાર સહીઓ ભેગી કરી દેતા સરકારને આ કાયદામાં ફેરફાર કરવાની ફરજ પડી છે.

આવું ઐતિહાસિક પરિવર્તન લાવનાર શ્રી સિંઘનું ઉપરોકત  એવોર્ડથી ૧૮ જાન્યુ ૨૦૧૯ના રોજ સન્માનત કરાયું હતું. હવે શીખોને પ્લેનમાં મુસાફરી સમયે પાઘડી ઉતારવાની ફરજ નહીં પડે.

(8:10 pm IST)