મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના હોટ ફેવરીટ હિન્દુ ઉમેદવાર મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડઃ LGBTQ અંગે અગાઉ કરેલા નિવેદનો તથા મંતવ્યો પાછા ખેંચ્યાઃ સજાતીય સેકસની મનોવૃતિ ધરાવતા લોકોની લાગણી દુભાવવા બદલ દિલગીરી વ્યકત કરી

હવાઇઃ અમેરિકાના સૌપ્રથમ અને એકમાત્ર હિન્દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડએ ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવવાની ઘોષણાં કરી છે. સાથોસાથ તેમણે સજાતીય સેકસ ધરાવતા LGBTQ પ્રત્યેના તેમના અગાઉના વિધાન તથા વિચારો પણ પાછા ખેંચ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે લગ્ન માત્ર સ્ત્રી અને પુરૂષ વચ્ચે જ થઇ શકે તેવી માન્યતાથી સજાતીય સેકસની મનોવૃતિ ધરાવતા લોકોની લાગણી દુભાય છે. તેમને પણ માનવ અધિકાર હોવાથી હું મારા અગાઉના વિધાન પરત ખેચું છું તેમ જણાવ્યું હતું.

હવાઇના ડેમોક્રેટ કોંગ્રેસવુમન ૩૭ વર્ષીય સુશ્રી તુલસી ગબ્બાર્ડને અમેરિકામાં વસતા ભારતીયોનું સમર્થન છે. તેમના પિતાશ્રી હોનોલૂલૂ સીટી કાઉન્સીલર રહી ચૂકયા છે તથા હાલમાં સ્ટેટ સેનેટર છે.

(8:08 pm IST)