મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

હવે સીબીઆઈ નવા ચીફની રેસમાં વાય સી મોદી આગળ

રજનીકાંત મિશ્રા, પરમિંદર રાય, રીના મિત્રા દાવેદાર : વડાપ્રધાન સહિત ૩ સભ્યની કમિટી દ્વારા નવા વડા અંગે નિર્ણય લેવાશે : ગુરૂવારે હાઈપ્રોફાઈલ કમિટીની મિટીંગ

નવી દિલ્હી, તા. ૨૧ : ત્રણ સભ્યોની હાઈપ્રોફાઈલ પેનલ દ્વારા ગુરૂવારના દિવસે સીબીઆઈના નવા પ્રમુખની નિમણૂંક માટે બેઠક યોજાનાર છે. આ મહત્વપૂર્ણ કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. આ બેઠકમાં સંભવિત ઉમેદવારોના નામ ઉપર અંતિમ મોહર મારવામાં આવી શકે છે. અન્ય સભ્યો પણ કમિટીમાં સામેલ થશે. જેમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ રહેશે. આલોક વર્માને સીબીઆઈ ચીફના હોદ્દા પરથી ૧૦મી જાન્યુઆરીના દિવસે દુર કરવામાં આવ્યા હતા. હવે સર્વોચ્ચ સંસ્થાના પ્રમુખની શોધખોળ ચાલી રહી છે. આના ભાગરૂપે આ હાઈપ્રોફાઈલ કમિટીની બેઠક યોજાનાર છે. આ રેસમાં સૌથી પ્રબળ દાવેદાર તરીકે ૧૯૮૪ની બેચના આસામ-મેઘાલય કેડરના આઈપીએસ અધિકારીને માનવામાં આવે છે. મોદી હાલના સમયે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના ડિરેકટર જનરલ તરીકે છે. ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા તોફાનોની તપાસ માટે સુપ્રિમ કોર્ટ તરફથી નિમવામાં આવેલ પેનલમાં મોદી સામેલ હતા. આ કમિટીએ પોતાના તપાસ રિપોર્ટમાં મોદીને ક્લિનચિટ આપી હતી. ૨૦૦૨ના રમખાણ વેળા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે હતા. વાય સી મોદી આ રેસમાં સૌથી પ્રબળ દાવેદર તરીકે છે. ૨૦૦૨ના રમખાણ વેળા તેઓ આ તપાસ પેનલમાં સામેલ હતા. રજનીકાંત મિશ્રા પણ દાવેદ તરીકે છે. બીએસએફના ડિરેકટર જનરલ અને ૧૯૮૪ની બેચના અધિકારી ઉત્તરપ્રદેશ કેડરના મિશ્રા પણ રેસમાં સૌથી આગળ દેખાઈ છે. મિશ્રા છેલ્લા પાંચ વર્ષથી સીબીઆઈમાં છે અને આ વર્ષે ઓગસ્ટમાં નિવૃત્ત્ત થનાર છે. આ ઉપરાંત દાવેદારની યાદીમાં અન્ય બે છે તેમાં પરમીન્દર રોય અને રીના મિતરાનો સમાવેશ થાય છે.

(12:00 am IST)