મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

CBIના અધિકારી બસ્સીએ ટ્રાન્સફર સામે કરેલ અરજી

સીબીઆઈ વડા એન.નાગેશ્વર રાવના આદેશને સુપ્રિમમાં પડકાર : સીબીઆઈના વચાગાળાના વડા રાવે હોદ્દો સંભાળતા જ ઘણા નિર્ણય કર્યા હતા : બસ્સીની પોર્ટબ્લેયર બદલી કરી

નવી દિલ્હી, તા. ૨૧ : સીબીઆઈના વચગાળાના વડા એન.નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલી બદલીને સીબીઆઈના અધઇકારી એકે બસ્સીએ સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. આલોક વર્માને સીબીઆઈમાં જ વડા તરીકે દુર કરવામાં આવ્યા બાદ નાગેશ્વરની સીબીઆઈ ડિરેકટરના હોદ્દા પર નિમણૂંક કરવામાં આવી હતી. હોદ્દો સંભાળતાની સાથે જ રાવે વર્માના બીજી વખત ચાર્જ સંભાળવામાં આવ્યા બાદ કરવામાં આવેલા તમામ ટ્રાન્સફર અને પોસ્ટીંગના નિર્ણયોને રદ કરી દીધા હતા. ૧૧મી જાન્યુઆરીના દિવસે બસ્સીને પોર્ટબ્લેયર મોકલાનો આદેશ કરવામાં આવ્યો હતો. સીબીઆઈ ચીફના હોદ્દા પરથી દુર કરવામાં આવેલા આલોક વર્માએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ડિરેકટર પદથી વર્માની હકાલપટ્ટી બાદ નાગેશ્વર રાવને વચગાળાના ડિરેકટર તરીકેની જવાબદારી આપવામાં આવ હતી. સીબીઆઈ ચીફને દુર કરાયા બાદ વર્માને ફાયર સર્વિસમાં ડીજીની જવાબદારી સોંપાઈ હતી. અલબત્ત ચાર્જ લેતા પહેલા જ તેઓએ રાજીનામું આપી દીધું હતું. આ પહેલા સુપ્રિમ કોર્ટના આદેશ પર સીબીઆઈ ડિરેકટર તરીકે વર્માની નિમણુંક કરવામાં આવ્યા તરત બાદ વર્માએ આઠમી જાન્યુઆરના દિવસે મોટાપાયે બદલીના આદેશો કર્યા હતા. વર્માએ પોતાની ગેરહાજરીમાં કરવામાં આવેલી બદલીને પણ રદ કરી દીધી હતી. તેમને ગુરૂવારે ૨૦૦૬ની બેચના આઈપીએસ ઓફિસર મોહિત ગુપ્તાને સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે મામલામાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર નિમાયા હતા. વર્માએ કારોબાર સંભાળતાન સાથે જ ૧૧ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. ગુરૂવારના દિવસે તેઓ પાંચ નવા ફેરફાર કર્યા હતા. નાગેશ્વર રાવે આ તમામ આદેશો રદ કરી દીધા છે. સીબીઆઈના અધિકારી એકે બસ્સીએ પોતાના ટ્રાન્સફર આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકાતા સીબીઆઈમાં જારી ખેંચતાણ હજુ જારી રહે તેવા સંકેત છે. આલોક વર્મા અને અસ્થાના વચ્ચે પારસ્પરીક ખેંચતાણના લીધે સીબીઆઈમાં વિખવાદની સ્થિતિ સર્જાઈ હતી. સીબીઆઈમાં આ વિવાદ હજુ પણ જારી છે. આગામી દિવસોમાં વિવાદ વધુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. નાગેશ્વર રાવ સીબીઆઈના ડિરેકટર પદ પર સક્રિય થયા બાદ ઝડપથી બદલીના આદેશ કરી રહ્યા છે. આને લઈને સીબીઆઈ અધિકાર એકે બસ્સીએ સુપ્રિમ કોર્ટમાં પડકાર ફેંકીને કાયદાકીય લડત શરૂ કરી છે.

(12:00 am IST)