મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ભાજપ સત્તામાં અમર હોવાના ભ્રમમાં ન રહે

શિવસેનાના ભાજપ ઉપર પ્રહાર

મુંબઈ, તા. ૨૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા શિવસેનાએ કહ્યું હતું કે નવી પાર્ટીઓની સાથે એક મંચ ઉપર આવવાથી ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. શિવસેનાએ કહ્યું છે કે ભાજપને આ ભ્રમમાં રહેવું જોઈએ નહીં કે તેઓ સત્તામાં અમર થઈ ગયા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં કોલકાતામાં થયેલી વિપક્ષી પાર્ટીઓની રેલીને લઈને લેખ પ્રકાશિત કરાયો છે. શિવસેનાએ કહ્યું છે કે વિપક્ષી મંચ ઉપર વર્તમાન મોટાભાગની પાર્ટીઓ મમતા બેનર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા. વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સરકારમાં મમતા બેનર્જી પણ સામેલ રહ્યા હતા. મોદી સરકાર દેશની દુશ્મન નથી પરંતુ તેમને આ ભ્રમમાં રહેવું જોઈએ કે તેઓ સત્તામાં અમર થઈ ગયા છે. વિપક્ષી દળોના મંચ પર ન પહોંચનાર શિવસેનાએ કેન્દ્ર અને પોતાની સરકારની ટીકાનો પોતાનો અધિકાર ગણાવ્યો હતો. મમતા બેનર્જીએ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ રેલી માટે આમંત્રણ આપ્યું હતું. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો મમતા બેનર્જીની સાથે હતા તેઓ ધર્મ નિરપેક્ષ હતા. અમારી વિચારધારા હિન્દુત્વની રહી છે. રામ મંદિર અને સમાન નાગરિક ધારાના મુદ્દા પર શિવસેના પોતાના વલણ ઉપર મક્કમ છે. કોલકાતાની રેલીમાં શિવસેનાનું રાજકીય વલણ મિક્સ થઈ ગયું હોત. આજ કારણસર પાર્ટી પહોંચી ન હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને ટેન્ટ ઉપર યાત્રા દરમિયાન ભાષણ આપ્યું હતું. ૨૨મી પાર્ટીના મંચ પર આવવાથી ભાજપ ચિંતાતૂતર છે. તેની અસર દેખાઈ રહી છે.

(12:00 am IST)