મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

ઉત્તર પ્રદેશના વારાણસીમાં ૧પમા 'પ્રવાસી ભારતીય દિવસ'નો રંગારંગ પ્રારંભઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજએ 'યુવા પ્રવાસી કુંભ'નું ઉદ્ઘાટન કર્યું: દુબઇ, મલેશિયા, કજાકિસ્તાન, સુરીનામ, અમેરિકા તથા મોરેશિયસ સહિતના દેશોમાંથી ભારતીયોનો પ્રવાહઃ આવતીકાલ ૨૨ જાન્યુ.ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે

વારાણસીઃ આજરોજ ૨૧ જાન્યુ. ૨૦૧૯થી ૨૩ જાન્યુ. ૨૦૧૯ સુધીનો ત્રિદિવસીય ૧પમો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનું શરૂ થયુ છે. ઉત્તર પ્રદેશના વારાણસી મુકામે શરૂ થયેલો આ પ્રવાસી ભારતીય દિવસ (PBD) 'યુવા પ્રવાસી કુંભ'ના ઉદ્ઘાટન સાથે ખુલ્લો મુકાયો છે. જે પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ દીપ પ્રાગટ્ય તથા ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

આ PBDમાં દુબઇ, મલેશિયા, કજાકિસ્તાન, સૂરીનામ, અમેરિકા તથા મોરેશિયસ સહિતના દેશોમાં વસતા ભારતીયોના આગમનનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. આજરોજ સાંસદ હેમા માલિનીનું નૃત્ય યોજાશે તથા ૮ પ્રવાસી ભારતીયોને 'યુપી રત્ન'થી સન્માનિત કરાશે.

આવતીકાલ મંગળવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હાજર રહી PBDનું સત્તાવાર ઉદ્ઘાટન કરશે. તથા ૨૩ જાન્યુ. બુધવારે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ વિતરણ સાથે સમાપન થશે.

(6:27 pm IST)