મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

છત્તીસગઢમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવીઃ પુત્રઅે માતાની હત્યા કરીને માંસ ખાધુ અને લોહી પણ પીધુ

કોરબા: છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પુત્રએ પહેલા તો તેની માતાની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેના માંસને ક્યારેક પકવીને તો ક્યારેક કાચું જ ખાઈ ગયો. એટલું જ નહીં આ યુવકે માતાનું લોહી પણ પીધુ. અત્રે જણાવવાનું કે પોલીસ ઘણા દિવસથી આરોપીને શોધી રહી હતી, આખરે તે હવે ઝડપાયો. આરોપી યુવક તેના ગામ નજીકના રામાકછાર જંગલમાં જ છૂપાયેલો હતો. પોલીસનું માનીએ તો હત્યાના ત્રણ દિવસ સુધી આરોપી માતાના માંસને કાચું કે પકવીને ખાતો રહ્યો. આ દરમિયાન આરોપી હત્યારા પુત્રને અનેકવાર જોવામાં આવ્યો. પરંતુ જંગલના કારણે પોલીસની પકડથી દૂર રહેતો હતો. પણ હત્યાના 19 દિવસ બાદ તે ઝડપાયો.

અત્રે જમાવવાનું પુત્રના હાથે માતાની દર્દનાક હત્યાનો આ મામલો ગત 31 ડિસેમ્બરનો છે. હેવાનિયતવાળી આ ઘટના પાલી પોલીસ સ્ટેશનના ગ્રામ રામાકછારમાં ધોળે દિવસે જોવા મળી. અહીં રહેતી એક મહિલાએ પોલીસ સહાયતા કેન્દ્ર ચૈતમા જઈને જાણ કરી કે તેણે ગામના એક યુવકને માતાની હત્યા કરી લોહી પીતા જોયો હતો. ગામના રીવાદહ પારામાં રહેતા દિલીપ યાદવ પર તેની જ માતા સુમરિયા યાદવની હત્યા કરવાનો આરોપ છે. દિલીપે ક્રુરતાથી માતાની હત્યા કરી અને ત્યારબાદ માતાનું લોહી પણ પીધુ.

ઘરની બહાર જ તેણે માતાને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ લોહી પીધુ અને માતાની લાશને ઢસડીને ઘરની અંદર લઈ ગયો હતો. સૌથી પહેલા તો તેણે લાશના ધારદાર હથિયારથી ટુકડા કર્યાં અને ત્યારબાદ લાશના તે ટુકડાની પૂજા પણ કરી અને પછી કોઈ પણ ભય વગર લાશના આ ટુકડાને ઘરની પાછળ રહેલા ચૂલ્હામાં નાખ્યાં. યુવક માંસ ખાતો પણ જોવા મળ્યો હતો.

આ ઘટનાને અંજામ આપીને તે ભાગી ગયો. મહિલાની સૂચનાને આધારે પોલીસે દિલીપ વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી દીધી. દિવસ રાત શોધખોળ બાદ પોલીસને 19 દિવસ પછી તેને શોધવામાં સફળતા મળી. શનિવારે મોડી રાતે પોલીસે આરોપી યુવકને કોરબી પાસે એક સંબંધીના ઘરેથી પકડી લીધો.

(12:00 am IST)