મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd January 2019

WhatsAppમાં ટૂંક સમયમાં નવુ ફીચર આવશેઃ ડાર્ક મોડ નામના આ ફીચરથી મોબાઇલની બેટરી ઓછી વપરાશે

નવી દિલ્હી: WhatsAppની નવી અપડેટ્સ અને નવા ફીચર વિશે જાણકારી રાખતા WABetaInfoએ ટ્વિટર પર ડાર્ક મોડ કોન્સેપ્ટની ઈમેજના સ્ક્રીન શોટ પોસ્ટ કર્યા છે. જો કે અગાઉ પણ ડાર્ક મોડની તસવીર સામે આવી હતી. મેસેજિંગ એપનું આ નવું ફીચર વોટ્સએપ ચેટના બેકગ્રાઉન્ડને ડાર્ક કરશે. આ ફીચર YouTube, Twitter, Google Maps અને અન્ય એપ પર ઉપલબ્ધ ડાર્ડ મોડ જેવું જ હશે.

યૂઝર્સ જરૂર પ્રમાણે મેન્યુઅલી આ ફીચરમાં ફેરફાર કરી શકે છે. તો અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વોટ્સએપ એક ઓપ્શન આપશે જેથી યૂઝર્સના સેટ કરેલા ટાઈમ પર ડાર્ક મોડ આપોઆપ એક્ટિવેટ થઈ જશે. જો કે, વોટ્સએપે આ વિષે સત્તાવાર રીતે કોઈ જ માહિતી આપી નથી. ડાર્ક મોડ હાલ તો બાય ડિફોલ્ટ સિસ્ટમનો ભાગ બન્યું છે. આ લેટેસ્ટ એન્ડ્રોઈડ 9.0 પાઈ ઓપરેટિંગ સિસ્ટમનું મહત્વનું ફીચર છે. જો યૂઝર ઓછી લાઈટ હોય તેવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ કરતા હોય તો આ ફીચર ઘણું કામનું છે.

રિપોર્ટ મુજબ આ ફીચરથી સ્માર્ટફોનની બેટરી લાઈફ વધી જાય છે. ગૂગલે અગાઉ કહ્યું હતું કે ડાર્ક મોડમાં 43 ટકા બેટરી ઓછી ખર્ચાય છે જેથી બેટરી લાઈફ વધે છે.

(12:00 am IST)