મુખ્ય સમાચાર
News of Monday, 22nd January 2018

૫દ્માવતનો આક્રમક વિરોધઃ યુવાન પેટ્રોલની બોટલ લઇ મોબાઇલ ટાવર ૫ર ચડી ગયો !

પદ્માવતના વિરોધ વચ્ચે રાજસ્થાનના ભીલવાડામાં એક યુવક 350 ફૂટ ઉચા મોબાઈલ ટાવર પર ચઢી જતા પોલીસ દોડી હતી. યુવક પેટ્રોલની બોટલ લઈને મોબાઈલ ટાવર પર ચઢી ગયો અને એલાન કર્યુ કે ફિલ્મ પદ્માવત પર રોક લગાવવામાં આવ્યા બાદ તે ટાવર પરથી નીચે ઉતરશે. ટાવર પર ચડેલો યુવક કરણી સેનાનો પદાધિકારી હોવાનું ચર્ચા છે. ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં. પોલીસે ટાવર પર ચડેલા યુવકને નીચે ઉતારવા જહેમત હાથ ધરી છે.

જયપુરમાં કરણી સેનાના કાર્યકરોએ મચાવ્યો હોબાળો

રાજપુત કરણી સેનાએ જયપુરમાં ફિલ્મ પદ્માવતના સક્રિનિંગનો વિરોધ કર્યો છે. કરણી સેનાના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો. કરણી સેનાના કાર્યકર્તાઓનું કહેવુ છે કે અમને વિશ્વાસ છે કે એક પણ સિનેમા દ્યરોમાં ફિલ્મને દેખાડવામાં આવશે નહી. માત્ર રાજસ્થાન નહીં પણ ગુજરાત અને મધ્યપ્રદેશમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(5:40 pm IST)