મુખ્ય સમાચાર
News of Monday, 22nd January 2018

જીઇપીસીએલની ઉંચી ઉડાનઃ મોટા પાયે વિસ્તરણ

મુંબઇ તા. ૨૨ : જીએસટી અને આરઈઆરએ લાગુ થયા ના પછી ના દિવસો માં માર્કેટ માં આવતા ઉત્સાહ નો લાભ લેતા જેનેરિક એન્જિનિરીંગ કંસ્ટ્રકશન એન્ડ પ્રોજેકટ્સ લિમિટેડ (જીઈપીસીએલ) હાલ ના ત્રિમાસિક માં જંગી ઓર્ડર નો લક્ષ્ય સાધે છે જયારે હાલ ના ઓર્ડર ની કિંમત રૂ. ૪૧૮૦ મિલિયન આંકવા માં આવી છે. બીએસઇ લિસ્ટેડ આ મુખ્ય એન્જિનિયરીંગ અને કન્સ્ટ્રકશન કંપનીએ ઉત્ત્।ર અને મધ્ય ભારતના રાજયોમાં નવા વ્યાપારની તકો અને ગ્રાહક મેળવવાનો નિર્ણય કર્યો છે. જીઈસીપીએલ મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેનાં ખૂબ ઓછા  દેવું ઇકિવટી રેશિયોથી કંપની ને સતત અને સાતત્યપૂર્ણ વૃદ્ઘિ તરફ દોરી જશે.કંપનીએ  હોસ્પિટલ, નિવાસી અને ઔદ્યોગિક ઇમારતોના બાંધકામ માટે રૂ. ૬૯ કરોડ નો ઓર્ડર મેળવ્યો છે. વર્તમાન ઓર્ડર બુકમાં વિવિધ પ્રકારના બિઝનેસ સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં રહેણાંક બાંધકામ પ્રોજેકટો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને જે અમે પહેલેથી જ મેળવ્યા છે. ઉદાહરણ તરીકે, ૮૨૦ મિલિયન વાળો અલુર રેસિડેન્શિયલ પ્રોજેકટ અને મુખ્ય કમર્શિયલ બાંધકામ પ્રોજેકટ્સ જેમ કે રૂ. જેકેસી કોલ્ડ સ્ટોરેજ નો ૧૪૭ મિલિયન નો ઓર્ડર મેળવ્યો છે. અમે હાલમાં રૂ. ૮૭૦ મિલિયનના હોસ્પિટલો ના પ્રોજેકટ પર કામ કરી રહ્યા છે જે અગ્રણી ભારતીય કંપની ની સીએસઆર (CSR) પોલિસી હેઠળ આવે છે અને જેમાં રૂ. ૬૪૨ મિલિયન ના રેસિડેન્શિયલ પ્રોજેકટ નો સમાવેશ પણ થાય છે.

(3:53 pm IST)