મુખ્ય સમાચાર
News of Monday, 21st December 2020

રાજ્યસભા ચૂંટણી : સુપ્રીમ કોર્ટનો શકવર્તી ચુકાદો : સવારે મત આપનાર ધારાસભ્ય બપોરે ગુનેગાર પુરવાર થાય તો પણ તેનો મત માન્ય ગણાય

ન્યુદિલ્હી : 2018 ની સાલમાં 23 માર્ચના રોજ  ઝારખંડમાં થયેલી રાજ્યસભાની ચૂંટણીના પરાજિત ઉમેદવાર ભાજપના પ્રદીપકુમાર સોરઠીયાએ સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ પાર્ટીના વિજેતા ઉમેદવાર ધીરજ પ્રસાદ સાહુ વિરુદ્ધ પિટિશન દાખલ કરી ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો.

 રાજ્યસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના  ધારાસભ્ય અમિતકુમાર મહંતોએ સવારે 9-15 કલાકે  મત આપ્યો હતો.પરંતુ  તે જ દિવસે બપોરે બે અને 30 મિનિટે સ્થાનિક કોર્ટે તેમના વિરુદ્ધ ચાલી રહેલા કેસ બાબતે ગુનેગાર ગણી બે વર્ષની સજા ફરમાવી હતી. તેથી સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી થયેલા મતદાન બાદ રાત્રે 11-20 કલાકે રિટર્નિંગ ઓફિસર સમક્ષ વાંધો રજૂ કરાયો હતો. તેમછતાં રિટર્નિંગ ઓફિસરે 24 માર્ચના રોજ સવારે 12-15 કલાકે પ્રસિદ્ધ કરેલા પરિણામોમાં ધીરજપ્રસાદને  વિજેતા ઘોષિત કર્યા હતા.તેથી અમીતકુમારનો મત માન્ય ગણાય નહીં તેવી પિટિશન ભાજપના ઉમેદવારે કરી હતી.

આ પિટિશનના અનુસંધાને સુપ્રીમ કોર્ટએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે તેમની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય લીધો છે.જે મુજબ મતદાન વખતે ઉમેદવાર ગુનેગાર નહોતા.અલબત્ત ભારતના બંધારણ મુજબ ગુનેગાર વ્યક્તિ હોદા ઉપર રહી શકે નહીં.પરંતુ મત આપતી વખતે ગુનેગાર ન હોવાથી તેમણે આપેલો મત માન્ય ગણાય. તેથી ચૂંટણી પંચનો ચુકાદો માન્ય રાખવો વ્યાજબી લાગે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

(11:40 am IST)