મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

લવજેહાદને સત્તાવાર પ્રોત્સાહન ? :ઉત્તરાખંડમાં, જુદી જુદી જાતિ અને ધર્મમાં લગ્ન કરનારાઓને 50 હજાર રૂ. સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે મળે છે, ભારે ધમાલ બાદ સરકારનું નિવેદન: ટૂંક સમયમાં આ સ્થિતિમાં બદલાવ આવશે

 નવી દિલ્હી : ઘણા ભાજપ શાસિત રાજ્યો લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડવાની વિચારણા કરી રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડ સરકાર રાજ્યમાં જુદી જુદી જાતિઓ અને ધર્મો વચ્ચેના લગ્નને પ્રોત્સાહિત કરી રહી છે.  આ માટે, અન્ય કોઈ જાતિ અથવા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરનારાઓને 50,000 રૂપિયા પ્રોત્સાહનરૂપે આપવામાં આવે છે. જો કે આ ધમાલ બાદ મુખ્યમંત્રીના સલાહકાર આલોક ભટ્ટે કહ્યું છે કે ટૂંક સમયમાં તેમાં સુધારો કરવામાં આવશે.

 ઉત્તરાખંડમાં વિવિધ જાતિ અને ધર્મમાં લગ્ન કરવા 50 હજાર રૂપિયા મળે છે.
 અનેક રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ કાનૂનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તરાખંડમાં લવજેહાદને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે.  ઉત્તરાખંડ સરકાર ટૂંક સમયમાં આ નિયમમાં સુધારો કરશે
  પ્રવર્તમાન જોગવાઈ વિરુદ્ધ ભારે બબાલ સર્જાતા ઉત્તરાખંડ સરકાર હરકતમાં આવી છે અને જાહેર કર્યું છે કે ટૂંક સમયમાં જ આમાં પરિવર્તન કરવામાં આવશે.

(12:20 am IST)