મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર શરૂ ?

૯૫ ટકા લોકો સુરક્ષિત માસ્ક પહેરે તો લોકડાઉન લગાવવુ ન પડેઃ ડબલ્યુએચઓ

નવી દિલ્હી, તા. ૨૧ :. કોરોના સંક્રમણની બીજી લહેરની સામે યુરોપ અને અમેરિકા લાચાર બની ગયા છે. અમેરિકાની સાથે મેકિસકોમાં પણ અસંખ્ય મોત થઈ રહ્યા છે તો ભારતમાં પણ અનેક રાજ્યોના આંકડાઓથી એવુ જણાય છે કે કોરોના વાયરસની મહામારીની બીજી લહેર શરૂ થઈ શકે છે. તો ભારતના અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે પરંતુ ફરી લોકડાઉન લગાવવા અનેક મંત્રીઓએ નનૈયો ભણી દીધો છે.

ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ ભારપૂર્વક કહ્યુ છે કે લોકડાઉન ફરી નહી લદાય. તો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ છે કે લોકડાઉનથી કોરોનાથી છૂટકારો નહી મળે.

ડબલ્યુએચઓ યુરોપ ક્ષેત્રના વડા હંસ કલુગએ કહ્યુ છે કે જો ૯૫ ટકા લોકો સુરક્ષિત માસ્ક પહેરે તો દેશના કોઈપણ ભાગમાં લોકડાઉન લગાવવાની જરૂર નહી પડે. માસ્ક પહેરવામાં આવે તો લોકડાઉનથી બચી શકાય છે.

(9:39 am IST)