મુખ્ય સમાચાર
News of Thursday, 21st November 2019

ઇન્ટરનેટ દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફોડને લઇને પેટીએમ દ્વારા યુઝર્સને સાવચેત રહેવા ચેતવણી

નવી દિલ્હી : ઇન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઇને કંપનીઓ સમયાંતરે પોતાના ગ્રાહકોને આગાહી કરી રહી છે. આ કડીમાં મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ એ એક વોર્નિંગ જાહેર કરી પોતાના યુઝર્સને સર્તક રહેવા માટે કહ્યું છે. સર્તકતા ન વર્તવામાં આવી તો યુઝરને મોટો ચૂનો લાગી શકે છે.

પેટીએમના માલિક વિજય શેખર એ પોતાના ઓફિશિયલ ટિવટર એકાઉન્ટ પરથી ટિવટ કરી રહ્યું છે કે કેવીસી અને એકાઉન્ટ બ્લોકને લઇને આગામી ફ્રોડ મેસેજીસ અને કોલ્સથી સતર્ક રહો. આ ફ્રોડ મેસેજીસ દ્વારા કેવીસી અપડેટ કરવાનો હવાલો આપતાં યુઝરના ફોનમાં એપ ડાઉનલોડ કરાવી રહ્યા છે. એવામાં કોમ્યુનિકેશનથી સાવધાન રહો.

ટિવટમાં આગળ કહયું કે પેટીએમ કેવીસી માટે કોઇ પ્રકારના મેસેજ મોકલતું નથી કોઇ એપ ડાઉનલોડ કરવા માટે કહે છે. આ તે ફ્રોડ લોકો છે જે તમારી ડીટેલ્સ લઇને તમારા એકાઉન્ટમાંથી પૈસા ચોરવા માંગે છે.

(6:40 pm IST)