મુખ્ય સમાચાર
News of Thursday, 21st November 2019

નાગરિકતા વિધેયકના સમર્થનમાં સંઘ જનઆંદોલન કરશે

સંઘનેતાના કહેવા પ્રમાણે નાગરિકતા સુધારા વિધેયકને સરકાર તથા હિન્દુ સમાજના બંધારણીય તથા નૈતિક દાયિત્વના સ્વરૂપે પેશ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૧: કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં નાગરિક અધિકાર વિધેયક દાખલ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે તેના સમર્થનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યે દેશવ્યાપી જનઆંદોલન શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભારત પાકિસ્તાનના ભાગલા તથા ૧૯૭૧માં બાંગ્લાદેશ લીબ્રેશન વોર દરમ્યાન હિન્દુઓ માટે થયેલી ઐતિહાસિકભૂલને સુધારવા માટેનું આ વિધેયક હોવાનો પ્રચાર કરવાનો સંદ્યનો ઈરાદો છે. સંદ્ય નેતાના કહેવા પ્રમાણે નાગરિકતા સુધારા વિધેયકને સરકાર તથા હિન્દુ સમાજના બંધારણીય તથા નૈતિક દાયિત્વના સ્વરૂપે પેશ કરવામાં આવશે. લોકો નાગરિકતા સુધારા વિધેયક તથા એમઆરસી વચ્ચેનું અંતર સમજે તથા હિન્દુ શરણાર્થીઓને બાંગ્લાદેશી દ્યુસણખોરો ન ગણે તેવુ સમજાવવા પ્રયત્ન કરાશે. આ મામલે સંદ્ય તમામ સાંસદો, લેખકો રણનીતિકારો તથા બુદ્ઘિજીવીઓ સાથે બેઠક યોજીને સમજ આપશે.

આસામમાં એનઆરસી લેસ્ટમાંથી મોટી સંખ્યામાં હિન્દુઓની બાદબાકી થઈ ગઈ હતી જેને પગલે સંદ્યવડા મોહન ભાગવતે કહ્યું હતું કે કોઈપણ હિન્દુને દેશ છોડવાની નોબત નહીં આવે. ભાગવતના આ નિવેદન બાદ સંદ્ય દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સંદ્યે આ રણનીતિ હેઠળ પ્રચારમાં પણ કાળજી રાખવા નેતાઓને સૂચવ્યું છે. ખાસ કરીને ઉતરપૂર્વીય રાજયોમાં વિધેયકના ભારે વિરોધ થવાની આશંકા છે.

સંદ્યમાં એક સીનીયર નેતાએ કહ્યું કે ભારતના ભાગલા વખતે લોકોને ટ્રાન્સફર કરવાની વાત ન હતી. પાકિસ્તાન તથા બાંગ્લાદેશે ઈસ્લામિક રાષ્ટ્ર બનવાનું નકકી કર્યું ત્યારે ભારત ધર્મ નિરપેક્ષ બની રહ્યું છે. પાકિસ્તાનના સિંદ્યના મેદ્યવાળ તથા બાંગ્લાદેશના નામશુદ્દાસના સમાજને ભારતે સુરક્ષાની સાથોસાથ હિન્દુ તરીકેની ઓળખ પણ આપવી પડે તેમ છે.

સંદ્યની તાજેતરની બેઠકમાં એવો નિર્ણય થયો હતો કે કાશ્મીર તથા અયોધ્યા પછી એનઆરસી મુદ્દો ઉપાડવામાં આવશે. નાગરિકતા ધારો લાગૂ પાડવામાં આવે ઘણુ સરળ થઈ શકે છે.

(3:49 pm IST)