મુખ્ય સમાચાર
News of Thursday, 21st November 2019

ભારતને વધુ ૩ રાફેલ ફાઇટર પ્લેન મળ્યા

આ લડાકૂ વિમાનને ભારત લાવવા માટે ભારતીય વાયુસેનાના પાયલાટોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી,તા.૨૧: ફ્રાન્સ એ ભારતીય વાયુસેનાને વધુ ૩ રાફેલ ફાઇટર પ્લેન સોંપી દીધા છે. રાફેલ ફાઇટર પ્લેનને ભારત લાવવા માટે ભારતીય વાયુસેનાના પાયલટોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેની જાણકારી રક્ષા રાજયમંત્રી શ્રીપાદ નાઇક એ લોકસભામાં આપી. આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ૮ ઓકટોબરે ફ્રાન્સ સ્થિત એરબેઝ પર પહેલું રાફેલ જેટ મેળવ્યું હતું.આ ચારેય રાફેલ જેટ મે ૨૦૨૦ સુધી ભારત પહોંચવાની આશા વ્યકત કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોંગ્રેસે મોદી સરકાર પર રાફેલ સોદામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે યૂપીએના કાર્યકાળમાં જે સોદો ૫૨૬ કરોડ રૂપિયામાં થયો હતો, તે મોદી સરકારે ૧૬૭૦ કરોડ રૂપિયામાં નક્કી કર્યો.

રાફેલ પ્લેન એક મિનિટમાં ૬૦ હજાર ફુટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. તેની એન્જિન ક્ષમતા લગગભ ૧૭ હજાર કિલોગ્રામ છે.

રાફેલની મારક ક્ષમતા ૩૭૦૦ કિલોમીટર સુધી છે. રેન્જ ૩૦૦ કિલોમીટર છે.

(7:48 pm IST)