મુખ્ય સમાચાર
News of Thursday, 21st November 2019

દેશનો રોજગાર વૃદ્ધિદર ઘટીને 2.8 ટકાએ ગગડ્યો : કેર રેટિંગ એજન્સીનો રિપોર્ટ

કોર ઇન્ડસ્ટ્રીઝના રોજગાર દરમાં નેગેટિવ ગ્રોથ: છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃ‌િદ્ધદરમાં ચિંતાજનક ઘટાડો

નવી દિલ્હી : દેશભરમાં મંદીના માહોલ વચ્ચે કેર રેટિંગ એજન્સીનો રીપોર્ટ ચિંતામાં વધારો કરી શકે છે.છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃ‌િદ્ધદરમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર દર 3.9ટકા હતો, જે 2018-19 માં ઘટીને 2.8 ટકા પર પહોંચી ગયો છે. 2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર 7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો છે.

છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃ‌િદ્ધદરમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર દર 3.9ટકા હતો, જે 2018-19 માં ઘટીને 2.8 ટકા પર પહોંચી ગયો છે, એવું કેર રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે. કેર રેટિંગ અનુસાર તમામ સેક્ટરની 1938 કંપનીઓનું સેલ્સ આઉટપુટ નાણાકીય વર્ષ 2019માં રૂ.69 લાખ કરોડ રહ્યું, જોકે આ સેમ્પલિંગમાં એસએમઇ સેક્ટરનું યોગદાન ઘણું ઓછું છે.

 રિપોર્ટમાં જણાવાયું છે કે કોર ઇન્ડસ્ટ્રીઝના રોજગાર દરમાં નેગેટિવ ગ્રોથ આવ્યો છે. આર્થિક સુસ્તી અને એનપીએના વધતા બોજના કારણે આ ઇન્ડસ્ટ્રી પર તેની નકારાત્મક અસર પડી છે. આમ, 2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર 7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર મેન્યુફેક્ચરિંગ, હેલ્થ કેર અને ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ રોજગાર દર 4.8 ટકા જ રહ્યો છે.

(10:06 pm IST)