મુખ્ય સમાચાર
News of Wednesday, 21st November 2018

તેલંગણાના ટીઆરએસ સાંસદ વિશ્વે્‌શ્વર રેડ્ડીની રાહુલ સાથે મુલાકાતઃ કોંગ્રેસનો હાથ પકડશે

નવિ દિલ્‍હી : થોડા દિવસો પહેલા  તેલંગણાના  રાષ્‍ટ્ર સમિતિ (ટીઆરએસ) માંથી રાજીનામું આપનાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ  કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને રેડ્ડીની મુલાકાત બાદ રાજનૈતિક ગતિવિધી વધી ગઇ.

કોંગ્રેસના તેલંગણાના પ્રભારી આરસી ખૂંટીયાએ  કહ્યુ કે રેડી ર૩ નવેમ્‍બરે તલંગણાની મેડચલમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની રેલીમાં કોંગ્રેસનું સભ્‍યપદ ગ્રહણ કરશે.

રેડ્ડીની સાથે મુલાકાત પછી રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્‍ટમાં કહ્યુ કે ટીઆરએસમાંથી ગઇકાલે રાજીનામું આપનાર લોકસભા સદસ્‍ય વિશ્વેશ્વર રેડ્ડી સાથે ઉષ્‍માભરી મુલાકાત થઇ હું આશા કરૂ છું કે  ભવિષ્‍યમાં પણ અમારી સાથે વાતચીત થઇ રહેશે. અને તેલંગણાના વિકાસ માટે અમે કામ કરશું. રાહુલ ગાંધીએ આ મુલાકાતની તસ્‍વીર પણ શેયર કરી છે. 

 

(11:52 pm IST)