મુખ્ય સમાચાર
News of Wednesday, 21st November 2018

ખેડૂતોને ખુશખબર ;ભારતીય વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી જાત :એક છોડ પર ઉગી શકશે 19 કિલો ટમેટા

 

ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે. ખાસ વાતે છે કે તેના બીજને બહારથી મંગાવવામાં નથી આવ્યા. તેને ભારતીય બાગાયતી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે

 સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટામેટાની જાત કર્ણાટકમાં સૌથી વધુ ઉપજ આપનાર સાબિત થય છે.આ ટામેટા ત્રણ પ્રકારના રોગથી ખુદ લડવા માટે સક્ષમ છે. આ જાત પાકમાં આવતા રોગ સામે ખુદ લદવા માટે સક્ષમ છે. આ પ્રકારના ટામેટાનુ વાવેતર કરવાથી અન્ય જાતના ટામેટાના વાવેતરમાં થતા ખર્ચથી 10 ટકા અંદાજે ઓછો ખર્ચ થાય છે.

(11:37 pm IST)