મુખ્ય સમાચાર
News of Wednesday, 21st November 2018

મિઝોરમમાં કોંગ્રેસે મતદાતાઓને ચેતવ્યા : ભાજપ પાંચ સીટ જીતે તો પણ સતા માટે હોર્સ ટ્રેડિંગ કરશે

નવી દિલ્હીઃ મિઝોરમમાં સત્તામાં આવવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહી છે. કોંગ્રેસે ભાજપ દ્વારા પ્રદેશમાં સત્તા મેળવવા હોર્સ ટ્રેડિંગ કરવાનો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મિઝોરમ પીપલ્સ પાર્ટી જો પ્રદેશમાં કેટલીક સીટ જીતવામાં સફળ થાય છે અને ભાજપ પ્રદેશમાં પાંચ સીટ પણ જીતી જાય છે તો તેઓ ધારાસભ્યોને ખરીદવાની રણનીતિ અપનાવીને સત્તા પર આવવાની કોશિશ કરશે.

  જીપીએમએ પોતાના તમામ 38 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે કેમ કે તેઓ સમયસર પોતાની પાર્ટીને ચૂંટણી પંચમાં રજિસ્ટર ન કરાવી શક્યા. આ પાર્ટીને પૂર્વ આઈપીએસ અધિકારી લાલદુહોમા ચલાવી રહ્યા છે અને એમની આગેવાનીમાં પ્રદેશની 40 વિધાનસભા સીટમાંથી 38 સીટ પર પાર્ટીએ પોતાના ઉમેદવારોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

 કોંગ્રેસના પ્રવક્તા લાલ લિયાંગચુંગાએ કહ્યું કે ભાજપ બ્રૂ અને ચકમામાં વિશેષ ધ્યાન આપી રહ્યું છે, ત્યાં જો તેઓ થોડી સીટ પણ જીતશે તો ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરશે.

(4:23 pm IST)