મુખ્ય સમાચાર
News of Wednesday, 21st November 2018

Me Too : 'સંસ્કારી બાબુ' આલોકનાથ પર દુષ્કર્મનો કેસ નોંધાયો

લેખિકાએ લગાવ્યો હતો યૌનશોષણનો આરોપ

મુંબઇ તા. ૨૧ : કેટલાક સમય પહેલા જયારે બોલીવુડનાં મોટા મોટા નામો #MeToo અંતર્ગત બહાર આવ્યા ત્યારે ખળભળાયટ મચી ગયો હતો. #MeToo અંતર્ગત 'સંસ્કારી બાબુ' આલોકનાથનું નામ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. લેખિકા અને પ્રોડ્યુસર વિંતા નંદાએ આલોક નાથ પર જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે ૧૭ ઓકટોબરનાં રોજ આલોક નાથ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદનાં આધાર પર આલોક નાથ વિરુદ્ઘ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમની ફરિયાદનાં આધારે આલોક નાથ વિરુદ્ઘ FIR નોંધવામાં આવી છે.

મુંબઈ પોલીસનાં એડીશનલ સીપી મનોજ શર્માએ આ FIR નોંધાયાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 'ઓશીવારા પોલીસ સ્ટેશનમાં આલોક નાથ વિરુદ્ઘ સેકશન ૩૭૬ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.' તેમણે જણાવ્યું કે આ કેસ રાઇટર વિંતા નંદાની ફરિયાદનાં આધારે નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાઇટર પ્રોડ્યુસર વિંતા નંદાએ ઓકટોબરની ૧૭ તારીખે એકટર આલોક નાથ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વિંતા નંદાએ આલોક નાથ સામે ૧૯ વર્ષ પહેલા તેમનું જાતિય શોષણ થયાનો આરોપ લગાવ્યો હતો. નંદાએ કહ્યું, 'પોલીસ ઘણી સહયોગી રહી અને તેમણે મારું નિવેદન લીધું. મારૃં નિવેદન નોંધાવવું મારા માટે સરળ નહોતુ, કેમ કે આ મારી પીડાને ફરી અનુભવવા જેવું હતુ. અમે આલોક નાથ સામે લેખિતમાં ફરિયાદ આપી છે.' ઉલ્લેખનીય છે કે આલોક નાથ આ મામલે Indian Film & Television Directors’ Association દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ આપાવાની ના કહી દીધી હતી અને તેમણે નંદા સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો, તેમજ લેખિતમાં માફી અને એક રૂપિયાનું વળતર માંગ્યુ હતુ.

(3:49 pm IST)